For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાન જૈશ સહિતના આતંકી સંગઠનોને ભંડોળ મળતું અટકાવે: અમેરિકાનો ભારતને ટેકો

- કાશ્મીરમાં પાકિસ્તાનના હુમલાની વિશ્વભરમાં સતત ટીકા

- અમેરિકાના ૭૨ સાંસદોએ પુલવામાના આતંકી હુમલાને વખોડયો, પાકિસ્તાનની ઝાટકણી કાઢી

Updated: Feb 16th, 2019

Article Content Image

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત દોવલ સાથે ફોન પર વાત કરી દરેક મદદની ખાતરી આપી 

નવી દિલ્હી, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા જવાનો પર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ થવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકા પણ ભારતના સમર્થનમાં આવી ગયું છે અને સમગ્ર ઘટનાની નિંદા કરી છે સાથે પાકિસ્તાન પર આતંકવાદના ખાતમા માટે ફરી દબાણ વધાર્યું છે.

અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે તાત્કાલીક ધોરણે ભારત પર હુમલો કરનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, આ અંગે ભારત પણ જે માગણી કરી રહ્યું છે તેને પણ અમેરિકાએ સમર્થન આપ્યું છે. 

માત્ર જૈશ જ નહીં પાકિસ્તાન પ્રેરીત અન્ય આતંકી સંગઠનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે પણ આતંકી સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે સંગઠનોને એક પણ રૃપિયાનું ફંડ ન મળે તે પ્રકારના પગલા લેવામાં આવે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ પર ૨૦૦૨માં જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો, જોકે તેમ છતા આ સંગઠન હાલ પાકિસ્તાનમાં સક્રિય છે. અમે આ સંગઠન પર તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી માગણી કરી રહ્યા છીએ. અને ભારત સરકારને પણ આ મામલે સંપૂર્ણ સહકાર આપીશું. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાન પર અનેક વખત આતંકવાદના ખાતમા માટે દબાણ બનાવ્યું છે તેમ છતા કોઇ જ યોગ્ય કાર્યવાહી નથી થઇ રહી. આ સ્થિતિ વચ્ચે ભારતના જવાનો પર થયેલા કાયર હુમલાને લઇને પણ અમેરિકાએ વિરોધ કર્યો છે અને પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે.

અમેરિકાના સાંસદો પણ ભારતના સમર્થનમાં આવ્યા છે. અમેરિકાના ટોચના સાંસદોએ પુલમામાં થયેલા હુમલાની નિંદા કરી છે અને આ ઘટના પ્રત્યે દુ:ખ પણ વ્યક્ત કર્યું છે. અત્યાર સુધીમાં અમેરિકાના ૭૦ સાંસદો અને નેતાઓેએ આ ઘટનાને વખોડી છે. 

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ સાથે ફોન પર વાત કરી હતી અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી. સાથે ભારતને દરેક પ્રકારના સાથ સહકારની ખાતરી પણ અમેરિકાએ આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને જણાવ્યું હતું કે અમે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલ સાથે સમગ્ર મામલે ફોન પર વાત કરી છે અને અમેરિકા આ પરિસ્થિતિમાં ભારતની સાથે છે. 

Gujarat