For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાને આતંકી સંગઠન જેશના ચીફ મસૂદ અઝહર સહિત 6 ટૉપ કમાન્ડરને સંતાડ્યા

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019 શનિવાર

પાકિસ્તાનનો આતંકી ચેહરો ફરી એકવાર બેનકાબ થયો છે. ભારતીય ગુપ્ત એજન્સીને મળેલા ઈનપુટ અનુસાર પાકિસ્તાની સેનાએ આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને કંટ્રોલમાં લાવ્યા પહેલા મોટા ષડયંત્રને અંજામ આપ્યો છે. 

પાકિસ્તાની સેનાએ પુલવામા હુમલાને અંજામ આપવામાં જેશ-એ-મોહમ્મદના ખૂંખાર આતંકી મસૂદ અઝહર સહિત 6 ટૉપ કમાન્ડરોને સુરક્ષિત સ્થાન પર સંતાડ્યા છે. ગુપ્ત એજન્સી અનુસાર આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાની સેનાએ ISIના સેફ હાઉસમાં સંતાડ્યા છે.

Gujarat