Get The App

જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ 1 - image


Jammu-Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના બડગામના ખાનસાહિબ તહસીલમાં દૂધપથરીના તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો હતો. CRPFનું વાહન રસ્તા પરથી લપસી ગયો અને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. સ્પેશિયલ ક્યુએટી સાઉથ શ્રીનગર રેન્જના નવ જવાનો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘાયલ જવાનોને શ્રીનગર આર્મી બેઝ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, મંગળવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાનસાહિબ તહસીલમાં દૂધપથરીના તંગનાર વિસ્તારમાં CRPFનું એક વાહન અકસ્માતમાં ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ વાહને અચાનક સંતુલન ગુમાવી દીધું, રસ્તા પરથી સરકી ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ઘણા CRPF જવાનો ઘાયલ થયા છે. ઘટના પછી તરત જ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. ઘાયલ સૈનિકોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિ હજુ સુધી જાણી શકાઈ નથી.

જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ 2 - image

Tags :