For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય સેનાનો ડર, લોન્ચ પેડ પરથી આતંકવાદીઓને પાકિસ્તાન ખસેડી લીધા

Updated: Feb 17th, 2019

ભારતીય સેનાનો ડર, લોન્ચ પેડ પરથી આતંકવાદીઓને પાકિસ્તાન ખસેડી લીધા

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2019, રવિવાર

પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ચીમકી બાદ ભયભીત થયેલા પાકિસ્તાને હવે લાઈન ઓફ કંટ્રોલ પાસેના લોન્ચ પેડ પરથી આતંકવાદીઓને હટાવવાનુ શરુ કરી દીધુ છે. સર્જિકલ સ્ટ્રાઈકના ડરથી ધ્રુજી રહેલા પાકિસ્તાને આ આતંકવાદીઓને નજીકમાં આવેલા પોતાના આર્મી કેમ્પમાં ખસેડવાના શરુ કર્યા છે.

કાશ્મીર સરહદે આવેલા આ લોન્ચ પેડનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદીઓને કાશ્મીરમાં ઘુસાડવા માટે કરે છે.અગાઉ ઉરી હુમલા બાદ આવા લોન્ચ પેડ પર જ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

પીએમ મોદીએ પુલવામા હુમલા બાદ બદલો લેવા સુરક્ષાદળોને તમામ છુટ આપી હોવાના કરેલા એલાન બાદ પાકિસ્તાની શાસકો ઉંચા નીચા થઈ ગયા છે.સૂત્રોનુ એવુ કહેવુ છે કે પાકિસ્તાની સેના પણ માની રહી છે કે ભારત વળતી કાર્યવાહી કરશે.જેના પગલે પાકિસ્તાની આર્મીએ કાશ્મીર સરહદ પરની પોતાની 50 થી 60 શિયાળુ ચોકીઓ ખાલી કરી નથી.જે સામાન્ય રીતે પાકિસ્તાન આ સમયે ખાલી કરી દે છે.

જોકે સેનાના વરિષ્ઠ અધિકારીુ કહેવુ છે કે ભારત પાસે હાલમાં પાકિસ્તાનની  સેનાની પોસ્ટો પર હુમલો કરવાનો વિકલ્પ છે પણ તેનાથી તનાવ વધી શકે છે.
Gujarat