India

સરકાર સામે આક્રોશ, વિશાળ રેલી યોજી વિપક્ષનું શક્તિ પ્રદર્શન

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષે 'લોકશાહી બચાવો' માર્ચ યોજી હતી. કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ સુધીની આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા. વોટ ચોરી અને મતદારોના નામ રદ કરવાના આરોપો મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. રાહુલે મોદી સરકારના 200 અધિકારીઓ સંપર્કમાં હોવાનો દાવો કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકાર સામે આક્રોશ, વિશાળ રેલી યોજી વિપક્ષનું શક્તિ પ્રદર્શન
  • દેશમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી 'લોકશાહી બચાવો' માર્ચ, જ્ઞાનેશ કુમાર સામે પિટિશન દાખલ
  • મોદી સરકારના ૨૦૦ અધિકારી મારા સંપર્કમાં જ્ઞાનેશ કુમાર રાજીનામું આપી સાક્ષી બની જાવ : રાહુલ ગાંધી
  • જ્ઞાનેશ કુમાર પછી હવે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના રાજીનામાની કેરળ કોંગ્રેસની માગ

નવી દિલ્હી : વોટ ચોરી, કરોડો મતદારોના નામ યાદીમાંથી રદ કરવાના આરોપોનો સામનો કરી રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાયદાકીય પગલા સહિતની માગણીઓ સાથે સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં દિલ્હીમાં વિશાળ રેલી યોજાઇ હતી. લોકશાહી બચાવો માર્ચમાં વિદ્યાર્થી સંગઠનો, વિપક્ષના નેતાઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી કનોટ પ્લેસ અને બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ નજીક પહોંચી હતી. બાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં વિપક્ષ દ્વારા પિટિશન દાખલ કરાઇ હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ટીએમસીના મમતા બેનરજી, સીપીઆઇના ડ ી રાજા, આરજેડીના તેજસ્વી યાદવ, જેન-ઝી આંદોલનો ચહેરો બની ગયેલ વિદ્યાર્થી સંગઠનની નેતા નેહા બોરા, પ્રિયંકા ગાંધી વગેરેએ હજારો સમર્થકો સાથે દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આશરે બે કિમી સુધી રેલી ચાલી હતી, જોકે સુપ્રીમ કોર્ટથી ૫૦૦ મિટર દૂર તેને અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન વોટ ચોરી મુદ્દે જ્ઞાનેશ કુમાર અને કેન્દ્ર સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટમાં વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જેની હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે.
રેલી પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના હેડક્વાર્ટર ઇન્દિરા ભવન પર પ્રેસ કોન્ફરંસ સંબોધી હતી, જેમાં તેમણે મોટો દાવો કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને જણાવવા માગું છું કે તમારી સરકારના ૨૦૦ જેટલા અધિકારીઓ મારા સંપર્કમાં છે. ઇડી, સીબીઆઇ, વિદેશ મંત્રાલય સહિતના આ અધિકારીઓ મને માહિતી આપી રહ્યા છે. મને ખ્યાલ છે કે હાલ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાત્રે ઉંઘી પણ નથી શકતા.
અમે જ્ઞાનેશ કુમારને છટકવા નહીં દઇએ. ચારેય તરફથી ઘેરાયેલા જ્ઞાનેશ કુમાર પણ સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે, મને ખ્યાલ છે નરેન્દ્ર મોદીના કહેવાથી જ જ્ઞાનેશ કુમાર આ વોટ ચોરીમાં સામેલ થયા છે.
જ્ઞાનેશ કુમારે ગુનો કર્યો છે પણ મુખ્ય ગનેગાર કોઇ બીજુ છે. જ્ઞાનેશ કુમાર તમે રાજીનામુ આપી દો અને વોટ ચોરીના મામલામાં સાક્ષી બની જાવ.

કાયદો-વ્યવસ્થા મારા અધિકાર ક્ષેત્રમાં નથી : સીજેઆઇ સૂર્યકાંત

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને વિપક્ષનું ડેલિગેશન મળવા માગતું હતું પરંતુ તેમણે મળવાની ના પાડી દીધી હતી, સાથે જ મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા મારા અધિકાર-ક્ષેત્રમાં નથી. વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્થાપનાને ૩૩ વર્ષની ઉજવણીમાં સામેલ થતી વખતે તેમણે આ નિવેદન તાજેતરમાં દિલ્હીમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આપ્યું હતું. આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે, આ મારો વિષય નથી તેવી તેમની ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેને સોશિયલ મીડિયા પર જાહેર કરીને કેરળ કોંગ્રેસે કહ્યું હતું કે પ્રિય સૂર્યકાંત, જો કાયદો અને વ્યવસ્થા તમારા અધિકાર ક્ષેત્રમાં ના હોય તો હવે રાજીનામુ આપી દો, કાયદો વ્યવસ્થા જાળવી શકે તેવો તમારો વિકલ્પ અમે શોધી લઇશું.