Get The App

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
Indian Defense Exports 2026
(IMAGE - IANS)

Indian Defense Exports 2026: પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે ગત વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આજે આ ઐતિહાસિક સૈન્ય કાર્યવાહીને એક વર્ષ પૂર્ણ થયું છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ PoK અને પાકિસ્તાનની અંદર ઘૂસીને કુલ 9 આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા હતા. આ પહેલીવાર હતું જ્યારે ભારતે પાકિસ્તાની સીમામાં આટલે ઊંડે સુધી જઈને પ્રહાર કર્યો હોય અને આશ્ચર્યની વાત એ હતી કે પાકિસ્તાનને આ હુમલાની કાનોકાન ખબર પણ પડી નહોતી.

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો 2 - image
(IMAGE - IANS)

બ્રહ્મોસ મિસાઇલ: પાકિસ્તાન માટે કાળ સાબિત થઈ

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સૌથી ઘાતક મિસાઇલ બ્રહ્મોસનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુખોઈ ફાઇટર જેટથી છોડવામાં આવેલી આ સુપરસોનિક મિસાઇલે પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. અવાજ કરતાં ત્રણ ગણી ઝડપે (3700 કિમી/કલાક) ગતિ કરતી આ મિસાઇલ એટલી નીચી ઊંચાઈએ ઊડે છે કે પાકિસ્તાની રડાર તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. 300 કિલો સુધીના વિસ્ફોટકો લઈ જવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલના ખૌફનો સ્વીકાર ખુદ પાક પીએમ શાહબાઝ શરીફે પણ કરવો પડ્યો હતો.

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો 3 - image
(IMAGE - IANS)

આકાશ એર ડિફેન્સ: ભારતની અભેદ્ય દીવાલ

યુદ્ધ દરમિયાન ભારતની સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિસ્ટમના કારણે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો ભારતીય સરહદમાં પ્રવેશવાની હિંમત કરી શક્યા નહોતા. સપાટીથી હવામાં માર કરતી આ મિસાઇલ દુશ્મનના વિમાન કે ડ્રોનને હવામાં જ તોડી પાડવાની 100 ટકા ક્ષમતા ધરાવે છે. તેની 3000 કિમી પ્રતિ કલાકની ઝડપ અને એકસાથે અનેક લક્ષ્યોને વીંધવાની તાકાતે પાકિસ્તાની વાયુસેનાના હોશ ઉડાવી દીધા હતા.

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો 4 - image

પિનાકા રોકેટ લોન્ચર: માત્ર નામ જ કાફી છે

ઓપરેશન દરમિયાન પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવાની જરૂર પણ ન પડી, કારણ કે તેના બોર્ડર પર તહેનાત થવા માત્રથી પાકિસ્તાને હથિયાર હેઠા મૂકી દીધા હતા. આ સિસ્ટમ માત્ર 44 સેકન્ડમાં 72 રોકેટ છોડી શકે છે, જે દુશ્મનના 1000 x 800 મીટરના વિસ્તારને સંપૂર્ણપણે રાખમાં ફેરવી દેવાની શક્તિ ધરાવે છે. આ હથિયારની ક્ષમતા જોઈને ફ્રાન્સ અને આર્મેનિયા જેવા દેશો પણ તેને ખરીદવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો: દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો

ડિફેન્સ એક્સપોર્ટમાં ભારતનો નવો વિક્રમ

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુનિયાભરમાં ભારતીય હથિયારોની માંગ વધી છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું ઘરેલું સંરક્ષણ ઉત્પાદન મહત્ત્વના સ્તરે પહોંચીને 1.54 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ આંકડાને સ્પર્શી ગયું છે. આ સાથે જ ભારતનો ડિફેન્સ એક્સપોર્ટ પણ વધીને 38,424 કરોડ રૂપિયા થયો છે. અમેરિકન પ્રમુખ હોય કે અન્ય દેશોના વડા, આજે દરેક ભારતીય ટૅક્નોલૉજી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓના સહયોગથી આજે ભારત રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે.

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો 5 - image