પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર સ્વદેશી શસ્ત્રો જ રખાશે

Updated: Jan 25th, 2023


- 105mmની ભારતીય ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી અપાશે, બ્રહ્મોસ-આકાશ મિસાઈલ પણ હશે

- BSFની કેમલ કન્ટિન્જેન્ટના ભાગરૂપે મહિલા સૈનિકો ભાગ લેશે અને નૌકાદળની ટુકડીના 144 સૈનિકોની લીડર પણ મહિલાઓ જ હશે.

નવી દિલ્હી,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

વર્ષ 2023ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવશે. દારૂગોળો પણ સ્વદેશી હશે. ભારતમાં બનેલી 105 mmની ઈન્ડિયન ફીલ્ડ ગનમાંથી 21 તોપોની સલામી આપવામાં આવશે. નવા ભરતી થયેલા અગ્નિવીર પણ પરેડનો ભાગ બનશે. તો, BSFની કેમલ કન્ટિન્જેન્ટના ભાગરૂપે મહિલા સૈનિકો ભાગ લેશે અને નૌકાદળની ટુકડીના 144 સૈનિકોની લીડર પણ મહિલાઓ જ હશે.

દિલ્હીના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવિશ કુમારે જણાવ્યું હતું કે 'આત્મનિર્ભર ભારત'ના ભાગરૂપે સેના ઘણા સ્વદેશી ઇક્વિપમેન્ટ્સ પ્રદર્શિત કરશે. આ પરેડમાં K-9 વજ્ર હોવિટ્ઝર્સ, MBT અર્જુન, નાગ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, આકાશ એર ડિફેન્સ મિસાઈલ અને ક્વિક રિએક્શન ફાઈટિંગ વ્હીકલ સામેલ હશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે દેશમાં બનેલી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ પણ એરફોર્સના ફ્લાઇપાસ્ટનો એક ભાગ હશે.

એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રુદ્ર પણ ડિસ્પ્લેનો ભાગ હશે. એક લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ રચનાનું નેતૃત્વ કરશે, જ્યારે બે અપાચે હેલિકોપ્ટર અને બે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર MK-IV એરક્રાફ્ટ તીર રચનાના ફોર્મેનશનમાં રહેશે.


    Sports

    RECENT NEWS