For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાણા કપૂરે મંજૂર કરેલી 30,000 કરોડની લોન પૈકી 20,000 કરોડ NPA : ED

- યસ બેન્કના સહસ્થાપક રાણા કપૂરની પોલીસ કસ્ટડી 16 માર્ચ સુધી લંબાવાઈ

Updated: Mar 12th, 2020

Article Content Image

(પીટીઆઇ) મુંબઇ, તા. 11 માર્ચ, 2020, બુધવાર

ઇડીએ આજે વિશેષ અદાલતને જણાવ્યું હતું કે યસ બેંકના સ્થાપક રાણા કપૂર દ્વારા મંજૂર કરવામાં આવેલી 30,000 કરોડ રૂપિયાની લોનમાંથી 20,000 કરોડ રૂપિયાની લોન એનપીએે બની ગઇ છે. ઇડીએ મુંબઇમાં સ્પેશિયલ  પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) કોર્ટમાં આ નિવેદન આપ્યું હતું. પીએમએલએ કોર્ટે રાણા કપૂરને ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) કોર્ટે યેસ બેન્કના સહસ્થાપક રાણા કપૂરની પોલીસ કસ્ટડી 16 માર્ચ સુધી લંબાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વધુ પૂછપરછ માટે કસ્ટડી લંબાવવાની માગણી કરી હતી.

તપાસ એજન્સીએ તેની તપાસનો વ્યાપ ડીએચએફએલને અપાયેલી લોન કરતાં વધુ બહોળો કર્યો  છે. તપાસ અજેન્સીએ યેસ બેન્કના ભૂતપૂર્વ ડિરેક્ટરો અને તેના માજી ચેરમેન અશોક ચાવલાની પૂછપરછ કરે એવી શકતા છે. કપૂરની બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકાની મિલકતની તપાસ થઈરહી છે જેથી જાણી શકાય કે બેન્કર અને તેના પરિવાર દ્વારા કાળા નાણા ધોળા કરીને આ મિલકતની ખરીદી નથી કરવામાં આવીને?

રાણા કપૂરની રવિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી હતી અને 11 માર્ચ સુધી કસ્ટડી અપાઈ હતી. સીબીઆઈએ પણ આ કેસમા ંતપાસ હાથ ધરી છે અને એફઆઈઆર નોંધી છે.

ઈડી અને સીબીઆઈએ રાણા કપૂર, તેમની પત્ની બિન્દુ કપૂર અને ત્રણ પુત્રીઓ રાખી કપૂર ટંડન,  રોશની કપૂર અને રાધા કપૂર અને ે દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિ. (ડીએચએફએલ)ના પ્રમોટર કપિલ વાધવા સામે એપ્રિલથી જૂન 2018 દરમ્યાન યેસ બેન્ક લિ. દ્વારા ડીએચએફએલને આર્થિક સહાય આપવાનું ગુનાહિત કાવતરૂં ઘડવા બદલ જુદા જુદા કેસ નોંધ્યા છેે.એવો આરોપ છે કે કપૂરે યેસ બેન્ક લિ. દ્વારા ડીએચએફએલને આર્થિક સહાયતા આપવા બદલ રૂ. 600 કરોડની કટકી ચૂકવાઈહતી.

દિલ્હીની ત્રણ મિલકતો કપૂર સાથે સીધી સંકળાયેલી નથી પણ સૂત્રોના જણાવ્યા મુજબ કપૂરે કેટલાંક ટોચના ડીલરોને ખરીદદારો લાવીને વેચવાનું કામ આપ્યું હતું. આ બધી મિલકતો કપૂરની પત્ની બિંદુ સાતે સંકળાયેલી હોવાનું કહેવાય છે.

રૂ.4,300 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારની ઈડી તપાસ કરીરહી છે અને બિન્દુની પણ તપાસ થઈ રહી છે. ઈડીની તપાસ શરૂ થઈ હોવાની માહિતી મળ્યા બાદ કપૂર  પરિવાર દિલ્હીની મિલકત વેચીને અમેરિકા, બ્રિટનમાં શિફ્ટ થવા માગતાહોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક પર પાંચ માર્ચે પૈસાના ઉપાડ પર લાદેલા નિયંત્રણ બાદ કપૂરની ધરપકડ કરાઈ હતી. બેન્કના બોર્ડ ઉપરવટ થઈને આરબીઆઈએ ખાતેદાર દીઠ રૂ. 50 હજારની રકમ ઉપાડવાની મર્યાદા લાદી હતી. છઠ્ઠી માર્ચે સેન્ટ્રલ બેન્કે બેન્કના પુન:ગઠન માટેની યોજના તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Gujarat