India

હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર ચાર્જ લાગશે, ઝોમાટોએ કેશ ઓન ડિલિવરી ફી વધારી

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
ઝોમેટોએ ઓનલાઈન ભોજન મંગાવી ડિલિવરી સમયે રોકડમાં ચૂકવણી કરતા ગ્રાહકો માટે નવી ફી લાગુ કરી છે. 'ડિલિવરી સમયે ચુકવણી ફી' તરીકે બિલમાં દેખાતી આ ફી ઓછામાં ઓછી ₹5 હશે, જે ઓર્ડરની કિંમત મુજબ બદલાશે. એક યુઝરના દાવા મુજબ, આ ફી ₹30 સુધીની હોઈ શકે છે. અગાઉથી ઓનલાઈન ચૂકવણી કરનારા ગ્રાહકોને આ ફી લાગુ પડશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર ચાર્જ લાગશે, ઝોમાટોએ કેશ ઓન ડિલિવરી ફી વધારી

Zomato Cash On Delivery Charges : ખાવાનું ઓનલાઈન મંગાવીને ડિલિવરી સમયે રોકડમાં પૈસા ચૂકવતા ગ્રાહકો માટે ઝોમેટોએ નવી ફી લાગુ કરી છે. બિલમાં આ ફી ‘ડિલિવરી સમયે ચુકવણી ફી’ તરીકે દેખાશે. રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકોએ હવે ઓછામાં ઓછા રૂ.5 વધારાના ચૂકવવા પડશે.

ઓર્ડરની કિંમત પ્રમાણે બદલાઈ શકે છે ફી

નવી ફી માત્ર ડિલિવરી સમયે રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકો પર લાગુ થશે. ઓર્ડરની કુલ કિંમત પ્રમાણે આ ફી અલગ-અલગ હોઈ શકે છે. જોકે, આ ફી કયા આધારે નક્કી કરવામાં આવે છે તેની ચોક્કસ માહિતી ઝોમેટોએ હજુ આપી નથી.

રૂ.30 સુધીની ફી વસૂલવાનો દાવો

એક્સ પર એક યુઝરે કરેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકો પાસેથી ઝોમેટો રૂ.30 સુધીની ફી લઈ શકે છે. પોસ્ટ પ્રમાણે, આ ફી ઓર્ડરની કુલ કિંમતના 2% જેટલી હોઈ શકે છે અને તેની મહત્તમ મર્યાદા રૂ.30 રહેશે. અગાઉથી ઓનલાઈન ચુકવણી કરનારા ગ્રાહકો માટે આ વધારાની ફી લાગુ નહીં પડે.

બિલમાં પહેલેથી જ અનેક ચાર્જ સામેલ હોય છે

ઝોમેટોના ઓર્ડરના બિલમાં રોકડ ચુકવણીની નવી ફી ઉપરાંત પ્લેટફોર્મ ફી, ડિલિવરી ચાર્જ, પેકિંગ ચાર્જ અને અન્ય લાગુ પડતા ખર્ચ પણ હોઈ શકે છે. ઓર્ડરની કિંમત અને ડિલિવરીના અંતર પ્રમાણે આ રકમ બદલાઈ શકે છે.

સ્વિગીએ હજુ આવી ફી લાગુ કરી નથી

ઝોમેટોની હરીફ કંપની સ્વિગીએ હાલમાં રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકો માટે આવી અલગ ફી શરૂ કરી નથી. ભવિષ્યમાં સ્વિગી પણ આવો નિર્ણય લઈ શકે છે, જોકે કંપની તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પ્લેટફોર્મ ફીમાં પણ થયો વધારો

ખાવાનું પહોંચાડતી કંપનીઓએ વર્ષ 2023થી પ્લેટફોર્મ ફી લેવાનું શરૂ કર્યું હતું. સ્વિગીએ શરૂઆતમાં રૂ.2ની ફી રાખી હતી, ત્યારબાદ ઝોમેટોએ પણ આ ફી લાગુ કરી હતી. ઝોમેટોએ આ વર્ષે પ્લેટફોર્મ ફી રૂ.12.50થી વધારીને રૂ.14.99 પ્રતિ ઓર્ડર કરી છે. તેના પર GST અલગથી વસૂલવામાં આવે છે.