India

હવે તમારો વારો છે : મક્કા-કરારો પાક માટે ઉપાધિરૂપ બન્યા : હૂતીએ ધમકી આપી

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મક્કા સમજૂતી બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. સાઉદી અરબ પર હૂતીઓના હુમલા પ્રત્યે નિષ્ક્રિયતા બદલ ટીકા થઈ રહી છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સાઉદી અરબ, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલ સમજૂતી મુજબ, કોઈપણ એક દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે. હૂતીઓએ પાકિસ્તાન અને તુર્કીને પણ હુમલાની ધમકી આપી છે. પાકિસ્તાન શાંતિદૂત બનવામાં નિષ્ફળ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે તમારો વારો છે : મક્કા-કરારો પાક માટે ઉપાધિરૂપ બન્યા : હૂતીએ ધમકી આપી

નવી દિલ્હી: મક્કા સમજૂતી કર્યા પછી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહેલી વાત તો તે છે કે, સઉદી અરબ ઉપર હૂતીઓએ કરેલા હુમલા પ્રત્યે, નિષ્ક્રીયતા રાખવા માટે દુનિયાભરમાં તેની ટીકા થઈ રહી છે. બીજી તરફ હૂતી વિદ્રોહીઓએ પાકિસ્તાન પર પણ હુમલો કરવાની ધમકી આપી છે.
અમેરિકાના પૂર્વ સંરક્ષણ સલાહકાર લેફ્ટેનન્ટ જનરલ એચ.આર.મેકસાસ્ટરે કહ્યું કે મક્કા-પેક્ટની પાછળ પણ પાકિસ્તાનના ઇરાદા સાફ નથી. એ રીતે સર્વવિદિત છે કે ૭ મી ઓગસ્ટ, ૨૦૨૬ ના દિવસે સાઉદી અરબસ્તાન, પાકિસ્તાન અને તૂર્કીએ એ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમજૂતી (કરારો) પ્રમાણે, ત્રણમાંથી એક પણ દેશ ઉપર હુમલો થાય તો તે ત્રણે દેશો ઉપર થયેલા હુમલા બરાબર માનવામાં આવે અને ત્રણેએ તે ઉપર પ્રતિક્રિયા આપવી જ પડે. તૂર્કીએ તે કહ્યું કે નાટોના ઢાંચા પ્રમાણે બનાવેલા આ કરારો ઇસ્લામિક નાટો કહી શકાય.
અત્યારે સાઉદી અરબમાં તૂર્કી અને પાકિસ્તાનની સેનાઓ પણ હાજર રહી છે તેથી હૂતીએ તે બં દેશોને હૂમલાની ધમકી આપી છે. હૂતી નેતા અલ્-બુખૈનીએ કહ્યું કે, યમન હજી સુધી રક્ષણાત્મક રૂખ રાખી રહ્યું છે. પરંતુ જો પાકિસ્તાન અને તૂર્કી પણ મેદાનમાં આવે તો, તેમને માટે તે યોગ્ય નહીં બને. યમન કોઈપણ વિદેશી તાકાતની દખલ સ્વીકારશે નહીં.
અમેરિકા અને ઇરાન વચ્ચે સમજૂતી કરાવવા અને ક્રેડીટ લૂંટવાની પાકિસ્તાને પૂરી કોશિશ કરી હતી, પરંતુ તે ફેલ થઈ. શાંતિદૂત બનવાના પણ પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ ગયા. મક્કા-સમજૂતી કરી. એકવાર ફરી પોતાની વિદેશનીતિની તેજસ્વીતા દર્શાવવા કોશીશ કરી પરંતુ તેમાં પણ તે ફેલ થતું દેખાય છે.
બીજી તરફ હૂતીઓએ સાઉદી અરબનાં પાટનગર રિયાધને બેલાસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવા પ્રયત્ન કર્યો તેણે ઇરાન સમર્થિત અન્ય વિદ્રોહીઓની સાથે મળી રિયાધ ઉપર હુમલો કરવા પ્રયત્ન કરી એક નવો મોર્ચો ખોલ્યો છે. પાકિસ્તાનની નિષ્ક્રિયતા તેમાં છતી થઈ ગઈ છે.