India

હવે મુંબઈમાં ભેગા થશે 'કોકરોચ', CJP એ જાહેર કર્યા જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની આંદોલનની તારીખ અને સ્થળ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની 48 કલાકમાં માંગ કરી છે. CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જો રાજીનામું નહીં અપાય, તો 2 ઓક્ટોબરે મુંબઈથી દેશવ્યાપી આંદોલન શરૂ થશે. આ વિરોધ 'ચૂંટણી પંચ સુધારો' અભિયાન હેઠળ 13 કરોડ મતદારોના નામ રદ કરવાના વિવાદિત મુદ્દા પર કેન્દ્રિત છે, જે "જંતર-મંતર 2.0" જેવી સ્થિતિ સર્જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે મુંબઈમાં ભેગા થશે 'કોકરોચ', CJP એ જાહેર કર્યા જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની આંદોલનની તારીખ અને સ્થળ

CJP New Announcement : વિવાદોમાં ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમીશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) આક્રમક મૂડમાં આવી ગઈ છે. CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને 48 કલાકમાં રાજીનામું આપવાની માંગ કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિરોધ પ્રદર્શનની તારીખ તથા સ્થળનું સત્તાવાર એલાન કર્યું છે.

અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે, "જો જ્ઞાનેશ કુમાર કાલ સુધી રાજીનામું નહીં આપે, તો CJP આગામી 2 ઓકટોબરે મુંબઈથી પોતાનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે અને તેને દેશભરના શહેરો સુધી લઈ જવામાં આવશે. આવો, આ ગાંધી જયંતિ પર લોકતંત્રને બચાવવાનો સંકલ્પ લઈએ."

'ચૂંટણી પંચ સુધારો' અભિયાનની શરૂઆત

CJP દ્વારા ગુરુવારથી ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ખાસ સઘન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામો રદ કરવાના વિવાદાસ્પદ મુદ્દા પર કેન્દ્રિત છે. દીપકેએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને સામાન્ય નાગરિકો પાસેથી મતદાનનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે.

દિલ્હીમાં 'જંતર-મંતર 2.0' ની ચીમકી

આંદોલનની રૂપરેખા સ્પષ્ટ કરતા દીપકેએ ઉમેર્યું કે, જો CEC 48 કલાકની અંદર પદ પરથી રાજીનામું નહીં આપે, તો દિલ્હી પહોંચતા પહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વેગવંતુ બનશે અને પરિસ્થિતિ "જંતર-મંતર 2.0" જેવી બનશે. પાર્ટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાષ્ટ્રવ્યાપી આંદોલન બાદ દિલ્હીમાં અનિશ્ચિત સમય માટે ધરણાં પ્રદર્શન યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ સભ્યોવાળા ચૂંટણી પંચ (EC)ની અંદર ખાસ સઘન પુનરીક્ષણ (SIR) મામલે અન્ય બે ચૂંટણી કમીશનરો - સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા વારંવાર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.