Get The App

ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ 1 - image


Rules In India For Foreign Citizens : કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો મામલે કડક નિયમો જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયે આદેશ આપ્યો છે કે, જે વિદેશી નાગરિકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, દુષ્કર્મ, હત્યા, આતંકવાદી કૃત્યો, બાળ તસ્કરી, માનવ તસ્કરી, નકલી ડૉક્યુમેન્ટ અથવા કરન્સી (ક્રિપ્ટોકરન્સી સહિત), ડ્રગ્સની દાણચોરી અથવા કોઈપણ પ્રતિબંધ ધરાવતા સંગઠનના સભ્ય જેવા ગંભીર ગુનાઓમાં દોષિત હશે તો તેઓને ભારતમાં આવવાની અને રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિટેન્શન કેમ્પ બનાવાશે

નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ ઍક્ટ-2025 મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ડિટેન્શન કેમ્પ બનાવવા પડશે. તેમાં પકડવામાં આવેલ ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવશે. જ્યાં સુધી આ પ્રવાસીઓને તેમના દેશમાં પરત ન મોકલવામાં આવે ત્યાં સુધી તેમના પર ચાપતી નજર રાખવાની સાથે આવાગમન મર્યાદિત રાખવામાં આવશે.

બાયોમેટ્રિક માહિતી ફરજિયાત

કાયદાની કેટલીક મુખ્ય જોગવાઈ મુજબ, ભારતમાં આવતા અને રહેતા વિદેશી નાગરિકો માટે હવે બાયોમેટ્રિક ડેટા (જેમ કે ફિંગરપ્રિન્ટ અને ચહેરાની ઓળખ) આપવાનું ફરજિયાત છે. બાયોમેટ્રિકની માહિતી કેન્દ્ર સરકારના પોર્ટલ પર સુરક્ષિત રખાશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટ ગાર્ડને આદેશ અપાયો છે કે, જો કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતો ઝડપાય તો તેની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી નોંધે અને પછી તેને પરત મોકલી દે. આ ઉપરાંત વિઝા નિયમોનું ઉલ્લંઘન કરતાં વિદેશીઓ માટે દંડ અને જેલની સજાની જોગવાઈઓ વધુ સખત કરવામાં આવી છે. લાંબા સમય સુધી ભારતમાં રહેતા વિદેશીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે, જેથી તેમની દેખરેખ વધુ સરળ બને. સરહદી વિસ્તારોમાં નવી ઇમિગ્રેશન ચેકપોસ્ટ સ્થાપિત કરવાની અને હાલની ચેકપોસ્ટ્સને અપગ્રેડ કરવાની સત્તા સરકારને આપવામાં આવી છે. 

આ પણ વાંચો : મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્ર સરકારે માગ સ્વીકારી, હવે મરાઠા સમુદાયને 'કુનબી' જાતિનો દરજ્જો મળશે

કયા ગુનાઓમાં સામેલ વિદેશીઓના ભારત પ્રવેશ પર પ્રતિબંધ?

મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ વિદેશી નાગરિક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, દુષ્કર્મ, હત્યા, આતંકવાદી કૃત્યો, બાળ તસ્કરી, માનવ તસ્કરી, નકલી ડૉક્યુમેન્ટ અથવા કરન્સી (ક્રિપ્ટોકરન્સી સહિત), ડ્રગ્સની દાણચોરી, સાયબર ગુનો, મની લોન્ડ્રિંગ અથવા કોઈપણ પ્રતિબંધ ધરાવતા સંગઠનના સભ્ય જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હશે તો તેને ભારતમાં આવવાની કે પછી રોકાવાની કોઈપણ મંજૂરી આપવામાં નહીં આવે.

આ ઉપરાંત જ્યાં સુધી કાયદેસર વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને સિવિલ ઑથોરિટી પાસેથી ખાસ મંજૂરી ન મળે ત્યાં સુધી તેઓ વીજળી, પાણી અથવા પેટ્રોલિયમ સેક્ટરની ખાનગી કંપનીઓમાં કામ પણ નહીં કરી શકે.

જો વિદેશી નાગરિક ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી, ટીવી સિરિયલ, વેબ સિરીઝ અથવા રિયાલિટી શૉ બનાવવા માંગે છે તો તેણે કેન્દ્ર સરકાર પાસે લેખીત મંજૂરી લેવી પડશે.

ભારતના કેટલાક ભાગોમાં જવા પર વિદેશી નાગરિકો પર પ્રતિબંધ

વિદેશી નાગરિકો મંજૂરી વગર ભારતના કોઈપણ પહાર પર જઈ શકશે નહીં. તેમણે રૂટ બતાવવો પડશે, સરકાર દ્વારા નિમાયત સંપર્ક અધિકારીને સાથે રાખવા પડશે અને કેમેરા-વાયરલેસ ઉપકરણના ઉપયોગની માહિતી આપવી પડશે. ભારતના સંરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારોમાં જવા માટે અલગથી મંજૂરી લેવી ફરજિયાત છે. બીજીતરફ અફઘાનિસ્તાન, ચીન અને પાકિસ્તાની મૂળના વિદેશી નાગરિકોને આવા વિસ્તારોમાં જવાની મંજૂરી બિલકુલ નહીં મળે. પ્રતિબંધિત વિસ્તારોમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાગ ભાગો સામેલ છે.

આ પણ વાંચો : શું છે શી જિનપિંગની GGI ફોર્મ્યુલા? જેના કારણે અમેરિકાનું વધ્યું ટેન્શન, ભારત અને રશિયા રાજી

ભારતના નાગરિકો માટે પણ ખાસ નિયમ

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિની ભારતની કોર્ટમાં હાજરી જરૂરી હોય અથવા તે કોઈ એવા રોગથી પીડિત હોય જે જાહેર આરોગ્ય માટે ખતરો હોય, તો તેને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિના ભારત છોડવાથી અન્ય દેશો સાથેના સંબંધો પર અસર થતી હોય અથવા તેના પર કેન્દ્ર સરકાર કે કોઈ તપાસ એજન્સી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય, તો તેવા સંજોગોમાં પણ તેને ભારત છોડવાની મંજૂરી મળશે નહીં. આ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખવાની અને રૅકોર્ડ જાળવવાની જવાબદારી બ્યુરો ઑફ ઇમિગ્રેશનને સોંપવામાં આવી છે. આ સાથે વિદેશી નાગરિકો જેઓ જહાજના નાવિક અથવા વિમાનના ક્રૂ મેમ્બર હોય, જો તેમની પાસે ભારતીય વિઝા ન હોય તો તેમને ભારતમાં ઉતરવા માટે લેન્ડિંગ પરમિટ અથવા શોર લીવ પાસ લેવો ફરજિયાત રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ...', પૂર્વ NSAના ટ્રમ્પ પર પ્રહાર

Tags :