Get The App

પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ...', પૂર્વ NSAના ટ્રમ્પ પર પ્રહાર

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ...', પૂર્વ NSAના ટ્રમ્પ પર પ્રહાર 1 - image


America-India Relations: ભારત વિરુદ્ધ ટ્રમ્પની ટેરિફ પોલિસી અમેરિકાના વ્યાપારી હિતો સાથે જોડાયેલી નથી, પરંતુ તેની પાછળ ટ્રમ્પનો ઘોર વ્યક્તિગત સ્વાર્થ છે. અમેરિકન વહીવટીતંત્રના દિગ્ગજ રાજદ્વારીઓએ હવે ટ્રમ્પના ઈરાદાઓ પર સ્પષ્ટ બોલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને એક ઈનટરવ્યુમાં કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં પોતાની ફેમિલી ડીલને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથેના સંબંધોની બલિ ચઢાવી દીધી. 

અમેરિકાના પૂર્વ NSA અને વકીલ સુલિવન એક યુટ્યુબ ચેનલ પર ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'દાયકાઓથી દ્વિપક્ષીય સહયોગના આધારે અમેરિકાએ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત સાથે પોતાના સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. એક એવો દેશ જેની સાથે આપણે ટેકનોલોજી, પ્રતિભા, અર્થશાસ્ત્ર અને ચીનના વ્યૂહાત્મક વલણનો સામનો કરવા માટે એકજૂટ થવું જોઈએ. આ મોરચે મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.'

પાકિસ્તાને સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ

તેમણે આગળ કહ્યું કે, 'હવે મુખ્ય રૂપે પાકિસ્તાન દ્વારા ટ્રમ્પ પરિવાર સાથે વ્યાપારિક સોદો કરવાની ઈચ્છાના કારણે ટ્રમ્પે ભારત સાથેના સબંધોની બલિ ચઢાવી દીધી છે. આ એક મોટો વ્યૂહાત્મક આંચકો છે કારણ કે, એક મજબૂત ભારત-અમેરિકા ભાગીદારી આપણા હિતોનું રક્ષણ કરે છે.'

તમને જણાવી દઈએ કે, ઈસ્લામાબાદે માત્ર ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે જ નોમિનેટ નથી કર્યા, પરંતુ તેમના પરિવાર અને નજીકના લોકોને પોતાની નવી પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલમાં પણ સામેલ કર્યા છે. 

આ પણ વાંચો: RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી

પહલગામ હુમલાના થોડા દિવસો પછી જ ટ્રમ્પ ફેમિલી દ્વારા સમર્થિત વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલે પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. સુલિવન સહિત ઘણા નિષ્ણાતોએ ટ્રમ્પ ફેમિલીની પાકિસ્તાની બિઝનેસમાં સામેલ થવાને તેમના પાકિસ્તાન તરફના વલણ સાથે જોડીને જોયુ છે. 

ભારત સાથે ટ્રમ્પના સંબંધો બગડવા અંગે સુલિવને કહ્યું કે, 'જો આપણા સહયોગી દેશો એવું તારણ કાઢે છે કે તેઓ કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપમાં આપણા પર વિશ્વાસ નથી કરી શકતા, તો તે અમેરિકન લોકોના લાંબા ગાળાના હિતમાં નથી.' તેમણે કહ્યું કે, 'ભારત સાથે જે થઈ રહ્યું છે તેની સીધી અને વ્યાપક અસર વિશ્વભરના આપણા તમામ સંબંધો અને ભાગીદારી પર પડશે.'

ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમનું કારણ સમજો

તમને જણાવી દઈએ કે, 26 એપ્રિલના રોજ પાકિસ્તાને વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલ (WLF) સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલ એક એવી કંપની છે જેમાં ટ્રમ્પનું ફેમિલી, જેમાં તેમના પુત્રો એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને જમાઈ જેરેડ કુશનર સામેલ છે, તેમની 60% ભાગીદારી છે. WLFના હોમપેજ પર અમેરિકન પ્રમુખે એક ભવ્ય ચિત્ર સાથે 'ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા પ્રેરિત' શબ્દોને પ્રમુખતાથી દર્શાવ્યા હતા. વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલ એક વિકેન્દ્રિત ફાઈનાન્સ પ્રોજેક્ટ અને એક ક્રિપ્ટોકરન્સી કંપની છે, જેની સ્થાપના 2024માં થઈ હતી. 

આ ડીલ પાકિસ્તાન સરકાર દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં વ્યવહારોને કાયદેસર બનાવવાનો સંકેત આપ્યા બાદ તરત જ થઈ હતી. આ ડીલ પછી આ કંપની માટે પાકિસ્તાનમાં પૈસા કમાવવાના રસ્તા ખુલી જશે. 

વિનાશકારી ટેરિફ નીતિથી દાયકાઓનો પ્રયાસ ધ્વસ્ત

અમેરિકાના જ એક અન્ય પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ફરી એકવાર ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પની નીતિઓએ ફરી એકવાર ભારતને રશિયાના પક્ષમાં જવા માટે મજબૂર કર્યું છે. તેમણે કહ્યું કે, પશ્ચિમે દાયકાઓ સુધી ભારતને સોવિયેત યુનિયન/રશિયા સાથેના શીત યુદ્ધના લગાવથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે અને ભારતને ચીન દ્વારા ઉભા થયેલા ખતરા વિશે ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વિનાશક ટેરિફ નીતિથી દાયકાઓના પ્રયાસોને નષ્ટ કરી દીધા છે.

Tags :