Get The App

'ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે', નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
'ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે', નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન 1 - image

  

Nitin Gadkari in Nagpur: કેન્દ્રીય વાહન વ્યવહાર અને માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે (5 જુલાઈ, 2025) ગરીબોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ધનના વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે, જ્યાં તેમણે કૃષિ, ઉત્પાદન, કરવેરા અને માળખાગત વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

આ પણ વાંચો: થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ

તેમણે કહ્યું કે, ધીરે-ધીરે ગરીબ લોકોની સંખ્યા વધી રહી છે અને ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રિત થતું જઈ રહ્યું છે. આવું ન થવું જોઈએ. અર્થવ્યવસ્થાને એ રીતે વિકસિત થવું જોઈએ કે રોજગારી ઉત્પન્ન થાય અને ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય.

ધનના વિકેન્દ્રીકરણની છે જરૂરિયાત: ગડકરી

તેમણે કહ્યું કે, આપણે એક એવા આર્થિક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ જે રોજગારી ઉત્પન્ન કરશે અને અર્થવ્યવસ્થા છે અને આ દિશામાં કેટલાક ફેરફાર થયા છે.

કેન્દ્રીય મંત્રીએ ભારતની આર્થિક સંરચનાનો ઉલ્લેખ કર્યો 

વરિષ્ઠ ભાજપ નેતા ઉદાર આર્થિક નીતિઓને અપનાવવા માટે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહને પણ શ્રેય આપ્યો, પરંતુ તેમણે અનિયંત્રિત કેન્દ્રીકરણ વિરુદ્ધ ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે, 'આપણે આ અંગે ચિંતિત થવું જોઈએ.' ભારતની આર્થિક સંરચનાનો ઉલ્લેખ કરતા તેમણે GDPમાં ક્ષેત્રીય યોગદાનમાં અસંતુલન તરફ પણ ઈશારો કર્યો.

તેમણે કહ્યું કે, 'ઉત્પાદન ક્ષેત્ર 22-24 ટકા, સેવા ક્ષેત્ર 52-54 ટકા યોગદાન આપે છે, જ્યારે કૃષિ, ગ્રામીણ વસ્તીના 65-70 ટકા ભાગને સામેલ કરવા છતાં માત્ર 12 ટકા યોગદાન આપે છે.'

CA અર્થવ્યવસ્થાના વિકાસ એન્જિન બની શકે છે: ગડકરી

આ દરમિયાન, તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. ગડકરીએ કહ્યું કે, 'CA અર્થતંત્રના વિકાસ એન્જિન બની શકે છે. આપણી અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. તે ફક્ત આવકવેરા રિટર્ન ભરવા અને GST જમા કરાવવા પૂરતું મર્યાદિત નથી.'

માળખાગત વિકાસ વિશે વાત કરતા ગડકરીએ પરિવહન ક્ષેત્રમાં તેમની શરૂઆતો પર પ્રકાશ પાડ્યો. તેમણે દાવો કર્યો કે, 'મારા માર્ગ નિર્માણ માટે 'બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર' પદ્ધતિ રજૂ કરનાર હું જ હતો.'

આ પણ વાંચો: 'હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ', ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

મારી પાસે પૈસાની કમી નથી, પણ કામની કમી છે: ગડકરી

ગડકરીએ કહ્યું કે, 'રસ્તા વિકાસ માટે ભંડોળની કોઈ કમી નથી. ક્યારેક હું કહું છું કે મારી પાસે પૈસાની કમી નથી, પણ મારી પાસે કામની કમી છે. હાલમાં આપણે ટોલ બુથથી લગભગ 55,000 કરોડ રૂપિયા કમાઈએ છીએ અને આગામી બે વર્ષમાં આપણી આવક વધીને 1.40 લાખ કરોડ રૂપિયા થઈ જશે. જો આપણે આગામી 15 વર્ષ માટે તેનું મુદ્રીકરણ કરીશું, તો આપણી પાસે 12 લાખ કરોડ રૂપિયા હશે. નવો ટોલ આપણા તિજોરીમાં વધુ પૈસા લાવશે.'

Tags :