થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ
Lucknow, UP : લખનઉમાં દૂધમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ગોમતી નગરના પોશ વિસ્તારનો છે. અહીં એક વ્યક્તિ લોકોના ઘરોમાં થૂંકીને દૂધ પહોંચાડી રહ્યો હતો. તેની આ ગંદી હરકત સીસીટીવીમાં કેદ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે તેના પર એવો આરોપ છે કે, આ વ્યક્તિ દરેકને પોતાનું નામ પપ્પુ કહેતો હતો, પરંતુ સીસીટીવી સામે આવ્યા બાદ તેનું અસલી નામ મોહમ્મદ શરીફ હોવાનું જાણવા મળ્યું છે. જે ઘરોમાં તે દૂધ પહોંચાડી રહ્યો હતો તે દરેક લોકોને છેતરાયાનો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે અખિલ ભારત હિન્દુ મહાસભાના અધિકારીઓએ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પહેલા દૂધમાં થૂંક્યું, પછી તેમા ફૂંક મારી
ગોમતી નગરના વિનય ખંડમાં રહેતા લવ શુક્લાએ જણાવ્યું કે, મોહમ્મદ શરીફ ઉર્ફે પપ્પુ ઘણા વર્ષોથી અમારા ઘરે દૂધ પહોંચાડી જતો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં ઘણા ઘરોમાં પણ દૂધ પહોંચાડતો હતો. તે શરીફ મલહૌરનો રહેવાસી છે
શનિવારે સવારે જ્યારે હું સીસીટીવી ચેક કરી રહ્યો હતો, ત્યારે તે દૂધમાં થૂંકતો જોવા મળ્યો. તે દરરોજ આ પ્રકારે દૂષિત દૂધ પહોંચાડતો હતો. તેમણે ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં શરીફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ શરુ કરી છે. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે, તે ઘરની ડોરબેલ વગાડે છે. જ્યા સુધી કોઈ દરવાજો ખોલીને બહાર આવે છે, ત્યા સુધીમાં તે દૂધની બરણીમાં થૂંકે છે અને પછી ફૂંક મારે છે.
હિન્દુ સંગઠને 'થૂંક જેહાદ બંધ કરો' ના નારા લગાવ્યા
અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ કહ્યું કે, ગોમતી નગરમાં વર્ષોથી એક બ્રાહ્મણ પરિવારને દૂધ પહોંચાડનાર પપ્પુનું અસલી નામ મોહમ્મદ શરીફ છે. જે દુધને દૂષિત કરીને વેચે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ડોરબેલ વગાડીને તે દૂધની બરણીનું ઢાંકણ ખોલીને દૂધમાં થૂંકે છે અને પછી તેમાં ફૂંક મારે છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોની સલામતી જોખમાય છે. આજે અમે આવા ગુનેગાર પર NSA લાદવાની માંગ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છીએ. આ પછી શિશિરે તેના સમર્થકો સાથે પોલીસ સ્ટેશનની બહાર 'થૂંક જેહાદ બંધ કરો' ના નારા પણ લગાવ્યા.
આ પણ વાંચો: જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં જ હત્યા, પુત્રનું પણ આ રીતે જ થયું હતું મર્ડર
પેશાબ અને થૂંક ભેળવવા પર 10 વર્ષની જેલ, સરકાર લાવી રહી છે કાયદો
યોગી સરકાર આ અંગે કાયદો તૈયાર કરી રહી છે. યુપીમાં ખાણી-પીણીમાં પેશાબ ભેળવવા તેમજ થૂંકવા પર 10 વર્ષની જેલ થશે. નવા કાયદામાં ગ્રાહકને હોટલ અને રેસ્ટોરન્ટમાં પૂછવાનો પણ અધિકાર મળશે કે, તેમને પીરસવામાં આવતા ખોરાકમાં કઈ સામગ્રી ભેળવવામાં આવી છે.