For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકી આદિલ ઈકો કાર ચલાવતો જોવા મળ્યો, NIAને મળ્યા ફૂટેજ

Updated: Feb 25th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019 સોમવાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલાની તપાસ કરી રહેલી એજન્સી NIAને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. સૂત્રો અનુસાર NIAને મહત્વના CCTV ફૂટેજ મળ્યા છે.

જેમાં આતંકી હુમલાને અંજામ આપનાર જૈશ-એ-મોહમ્મદનો આતંકી આદિલ અહેમદ ડાર ઈકો કાર ચલાવતા જોવા મળી રહ્યો છે. NIAને આ ફૂટેજ ઘટનાસ્થળેથી કેટલાક દૂર નેશનલ હાઈવના મળ્યા છે. એમાં સ્પષ્ટરીતે ફિયાદીન આદિલ જોવા મળે છે. આતંકી આદિલે જ વિસ્ફોટકથી લાદેલી કારને CRPFના કાફલા સાથે ટકરાવીને ફિયાદીન હુમલાને અંજામ આપ્યો હતો. 

Gujarat