India

મહારાષ્ટ્રમાં નવી ઉથલપાથલના એંધાણ... બંને NCPને ભાજપની મોટી ઓફર મળી હોવાની અટકળો

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ બની છે. ભાજપે શરદ પવાર અને અજીત પવાર જૂથને NDAમાં સામેલ થવા માટે NCPના વિલયની શરત મૂકી છે. સૂત્રો અનુસાર, સંસદમાં પરિસીમન બિલ પસાર કરાવવા શરદ પવારના 9 સાંસદોનું સમર્થન મહત્વનું છે. શિંદે-પવારની મુલાકાત બાદ જયંતરાવ પાટીલ નવા નાણામંત્રી બની શકે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં નવી ઉથલપાથલના એંધાણ... બંને NCPને ભાજપની મોટી ઓફર મળી હોવાની અટકળો

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી હલચલ જોવા મળી રહી છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષના મોટા નેતાઓ વચ્ચે મુલાકાતોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપે NCPના બંને જૂથોને એક મોટી ઓફર આપી હોવાની ચર્ચા છે.

બંને NCPના વિલય બાદ જ NDAમાં એન્ટ્રી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, એનસીપીના બંને જૂથો (શરદ પવાર અને અજિત પવાર જૂથ) એક થઈ જાય ત્યારપછી જ તેમને NDAમાં સામેલ કરવામાં આવશે. ભાજપ શરદ પવાર જૂથને અલગથી એનડીએમાં લેવાના બદલે બંને પક્ષો સાથે આવે તેના પર વધુ ભાર મૂકી રહ્યું છે. સંસદમાં પરિસીમન બિલ પસાર કરાવવા માટે શરદ પવાર જૂથના લોકસભામાં 8 અને રાજ્યસભામાં 1 એમ કુલ 9 સાંસદોનું સમર્થન ખૂબ મહત્વનું છે. જો બંને જૂથોનો વિલય થશે, તો ભવિષ્યમાં બંને તરફથી 1-1 મંત્રી પદ આપવામાં આવી શકે છે.

શિંદે-પવારની મુલાકાત બાદ અટકળો તેજ બની

તાજેતરમાં જ વરિષ્ઠ નેતા શરદ પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી, જેના પછી આ અટકળો વધારે તેજ બની છે. આ સિવાય છેલ્લા 10 દિવસમાં જયંતરાવ પાટીલ અને વિનોદ તાવડેની મુલાકાત, તેમજ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે સાથેની બેઠકોએ રાજ્યમાં નવા રાજકીય સમીકરણોની રૂપરેખા સ્પષ્ટ કરી દીધી છે.

જયંતરાવ પાટીલ બની શકે છે નવા નાણામંત્રી

આ તમામ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ચર્ચા છે કે એનસીપી નેતા જયંતરાવ પાટીલ મહારાષ્ટ્રના નવા નાણામંત્રી બની શકે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની બેઠક બાદ જયંતરાવ પાટીલ માટે નાણામંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. નાણા વિભાગને કુશળતાપૂર્વક સંભાળી શકે તેવા ચહેરાની શોધ પૂરી થતાં હવે બંને પક્ષોના વિલયની પ્રક્રિયાને નવી ગતિ મળી હોવાની પણ ચર્ચા છે.