Get The App

'વંદે માતરમ્' માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
New Rules for Vande Mataram 2026


(IMAGE - IANS)

New Rules for Vande Mataram 2026: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન(જન ગણ મન)ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

શું છે નવા પ્રોટોકોલ?

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, હવેથી કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં 'વંદે માતરમ્'નું સન્માન રાષ્ટ્રગાનની સમકક્ષ જાળવવાનું રહેશે. નવા ફેરફાર મુજબ, જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ હોય, તો સૌપ્રથમ વંદે માતરમ્ ગાઈને તેની શરુઆત કરવામાં આવશે. આ દરમિયાન જે રીતે રાષ્ટ્રગાન વખતે સાવધાનની મુદ્રામાં ઊભા રહેવામાં આવે છે, તે જ રીતે હવે વંદે માતરમ્ વખતે પણ ઊભા રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ નિયમ રાષ્ટ્રધ્વજ ફરકાવવા, કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન અને તેમના ભાષણો કે રાષ્ટ્રના નામે સંબોધનથી પહેલા અને બાદમાં લાગુ પડશે. આની સાથે રાજ્યના રાજ્યપાલોના આગમન અને તેમના ભાષણોથી પહેલા અને બાદમાં પણ નક્કી મુદ્દત અને સંસ્કરણનું પાલન કરવું ફરજિયાત કરાયું છે. 

6 છંદો અને 3:10 મિનિટનો સમય

અત્યાર સુધી 'વંદે માતરમ્'ના માત્ર પ્રથમ કેટલાક અંશો જ ગાવાની પરંપરા રહી છે, પરંતુ નવા નિયમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તેના 6 છંદો ગાવામાં આવશે. આ સમગ્ર ગાયન માટે અંદાજે 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ રાષ્ટ્રીય ગીતના સંપૂર્ણ સન્માન અને તેના ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખવાનો છે.

આ પણ વાંચો: 'બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો...', યોગીના 'કયામત' વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર

નિયમ પાછળનો હેતુ

સરકારનું માનવું છે કે રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે અને તેને રાષ્ટ્રગાન જેટલું જ સન્માન મળવું જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે આ ગીતના ગાયન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેથી સાર્વજનિક કાર્યક્રમોમાં એકસૂત્રતા જળવાઈ રહે.

'વંદે માતરમ્' માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત 2 - image