For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

OMG! દેડકા બાદ હવે આ જગ્યાએ દેખાયો પીળા રંગનો કાચબો, ટ્વીટર પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Updated: Jul 20th, 2020

Article Content Image 
બાલાસોર, તા. 20 જુલાઇ 2020, સોમવાર

ઓડિશાના બાલાસોર જિલ્લાના સુજાનપુર ગામમાં એક દુર્લભ પીળા રંગના કાચબાને સ્થાનિક દ્વારા બચાવવામાં આવ્યો છે. ત્યારબાદ તે અજીબ કાચબાને વન વિબાગને સોપી દેવામાં આવ્યો હતો. વન્યજીવ વાર્ડને કહ્યુ કે, આ એક દુર્લભ કાચબો છે, મે આ જ સુધી આ પ્રકારનો કાચબો ક્યારેય પણ જોયો નથી.

ભારતીય વન સેવા (IFS)ના અધિકારી સુશાંત નંદાએ પણ નાના કાચબાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં લખ્યુ છે કે, લગભગ આ એક અલ્બિનો હશે. તેમણે એક વાસણની અંદર પાણીમાં તરતા કાચબાનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યુ કે, કેટલાક વર્ષો પહેલા સિંધમાં સ્થાનીય લોકો દ્વારા આ પ્રકારના એક કાચબાનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, ગુલાબી આંખો એલ્બિનિજમની એક સાંકેતિક વિશેષતા છે.


ટ્વીટર પર ઘણા લોકોએ કહ્યુ કે, તેમણે પહેલા ક્યારેય પણ પીળા રંગના કાચબા જોયા નથી. એક ટ્વીટર યૂઝરે લખ્યુ કે, મને લાગે છે કે, આ એલ્બિનિજન છે. અમે અન્ય જાનવરોમાં પણ આ પ્રકારનુ જોયુ છે. હાલમા જ તેમણે કાજીરંગામાં એક અલ્બિનો વાઘ જોયો હતો. તો એક યૂઝરે લખ્યુ કે, કંઈપણ નવુ નથી, આ એક અલ્બિનો ઈંડિયન ફ્લેપશેલ કાચબો છે. આ કાચબો સમગ્ર ભારતમાં મળી આવે છે. જોકે, વિશેષ રૂપથી આ ઘણો ખાસ છે કારણ કે, 10 હજાર બાળકોમાંથી માત્ર એક જ એલ્બિનો હોય છે.


દુર્લભ જાતિના પીળા દેડકા મોટી સંખ્યામાં જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લાના એક તળાવમાં દુર્લભ જાતિના સેંકડો દેડકા બહાર આવી રહ્યા છે. આ પીળા દેડકા જોઈને ખેડુતો પોતપોતાના હિસાબથી અનુમાન લગાવી રહ્યા છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના આમગાવ બારામાં વરસાદ પડતાની સાથે જ દુર્લભ જાતિના પીળા દેડકા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઘેરા પીળા રંગનાં દેડકાને જોઇને સામાન્ય લોકો ઝેરી હોવાની દહેશત અનુભવતા હતા અને લોકો તેમના ડરથી ભાગવા લાગ્યા હતા. તેમને મારવાની કોશિશ પણ કરવામાં આવી હતી.


પળે...પળ... ના સમાચારને વાંચવા માટે અમારા ટેલિગ્રામના ગ્રુપમાં જોડાવ... ગ્રુપમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો https://t.me/gujaratsamacharofficial અમારી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપ તમામ મહત્વના સમાચાર, માહિતી, બ્રેકિંગ ન્યૂઝ તુરંત જ મેળવી શકશો.


Gujarat