Get The App

'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન 1 - image
Image Source: IANS

Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો જનસભાઓમાં લાગેલા છે. આ વચ્ચે રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માલેગાંવમાં એક સભા દરમિયાન કહ્યું કે, 'તમારી પાસે મત છે, મારી પાસે પૈસા છે. જો અમારા ઉમેદવાર જીતશે તો હું પૈસાની કમી નહીં થવા દઉં, નહીં જીતે તો હું પણ તમારી મદદ નહીં કરું.'

આ નિવેદન માલેગાંવ નગર પંચાયત ચૂંટણીના પ્રચાર દરમિયાન આવ્યું, જ્યાં પવાર NCP ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા. સ્ટેજ પરથી આપેલું આ નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બની ગયો. વિપક્ષે તેને 'ખુલ્લી ધમકી' અને 'સરકારી નાણાંને પોતાની સંપત્તિની જેમ રજૂ કરવા' ગણાવ્યું.

આ પણ વાંચો: બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી પડતો

દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના પૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. દાનવે કહ્યું કે, 'આ એક પ્રકારની ધમકી છે, કારણ કે મત આપવો દરેક નાગરિકનો અધિકાર છે અને વિકાસ નિધિ(નાણાં) આપવા સરકારનું કામ છે. વિકાસ નિધિ જનતાના ટેક્સના પૈસાથી થાય છે, ન કે કોઈ એક નેતાના ઘરેથી આવે છે. આવા નિવેદનને ચૂંટણી પંચે ગંભીરતાથી જોવા જોઈએ.'

દાનવે મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, 'છેલ્લા 10 મહિનામાં 899 ખેડૂતોએ આપઘાત કર્યા છે અને આ સંખ્યા હજુ વધવાની શક્યતા છે. કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું, પરંતુ સરકારની મદદ તેમાંથી વધુ પડતાને નથી પહોંચી. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે લાગુ ન થયું, આ કારણથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.'

વિવાદ બાદ અજિત પવારે કરી સ્પષ્ટતા

અજિત પવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'વિરોધી પાર્ટીઓને ટિપ્પણીઓ કરવાનો અધિકાર છે, પરંતુ જેઓ ખુદ તેમાં સામેલ હોય છે તેના પર વાત કરે છે. હું નેતાઓની વાત પર ધ્યાન નથી આપતો, પરંતુ વિકાસના કામોને મહત્ત્વ આપું છું. વિકાસ માટે ભલે કેન્દ્રના નાણા હોય કે રાજ્યના, તેને યોગ્ય જગ્યાએ ખર્ચ કરવા જોઈએ અને સૌએ સાથે મળીને ચાલવું જોઈએ.'

આ પણ વાંચો: અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ

Tags :