Get The App

અમેરિકાના બહાને થરુરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઇરલ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
Shashi Tharoor on Democracy


Shashi Tharoor on Democracy: કોંગ્રેસ સાંસદ શશિ થરુર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે, તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.

શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શશિ થરુરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. થરુરના મતે, ચૂંટણી દરમિયાન વિચારોની લડાઈ પૂરી શક્તિથી લડવી જોઈએ, પરંતુ જનતાએ એકવાર નિર્ણય આપી દીધા પછી, તમામ રાજકીય પક્ષોએ દેશના હિત માટે એકબીજાને સહકાર આપવો જોઈએ.

રાષ્ટ્રહિત માટે એક થવું જોઈએ 

પોતાની પોસ્ટમાં, કોંગ્રેસ સાંસદ શશિ થરુરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મમદાનીનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ, 'તમે ચૂંટણી દરમિયાન તમારા મુદ્દાઓ માટે કોઈ પણ જાતની રોકટોક વગર, જોશથી લડો. પરંતુ, એકવાર ચૂંટણી પૂરી થાય અને જનતા પોતાનો નિર્ણય જાહેર કરી દે, પછી જે દેશની સેવા કરવાનું તમે વચન આપ્યું છે, તેના સામાન્ય હિતો માટે એકબીજાને ટેકો આપતા શીખો. હું ભારતમાં આ ભાવના વધુ જોવા ઇચ્છું છું અને હું પોતે પણ તેમાં યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.'

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, થરુરની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે તેમણે ભારતમાં કેન્દ્ર સરકારના ઘણા પગલાંને યોગ્ય ગણાવ્યા છે. પરિણામે, કોંગ્રેસ પાર્ટી તેમના આવા અનેક નિવેદનોથી પોતાને દૂર રાખે છે.

શશિ થરુર દ્વારા PM મોદીની પ્રશંસા

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે તાજેતરમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા, જેના કારણે કોંગ્રેસ પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

થરુરે 'X'પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'પીએમ મોદીનું રામનાથ ગોએન્કા વ્યાખ્યાન માત્ર એક આર્થિક દૃષ્ટિકોણ જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક આહ્વાન પણ હતું. તેમણે સ્પષ્ટતા કરી કે હું સખત શરદી-ખાંસીથી પીડાતો હોવા છતાં, ભાષણ સાંભળવા માટે શ્રોતાઓમાં હાજર રહીને તમને ખૂબ જ આનંદ થયો.'

આ પણ વાંચો: 7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું?

કોંગ્રેસે થરુરની ટિપ્પણીની ટીકા કરી

પીએમ મોદીની પ્રશંસા કર્યા પછી શશિ થરુરને તેમની જ પાર્ટીના નેતાઓએ નિશાના પર લીધા હતા. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે તેમને પાખંડી સુદ્ધાં ગણાવ્યા હતા. વળી, પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે અમને વડાપ્રધાનના ભાષણમાં કશું પણ પ્રશંસનીય લાગ્યું નહોતું.

અમેરિકાના બહાને થરુરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઇરલ 2 - image

Tags :