Get The App

તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત 1 - image


National News: બુધવાર, 24 ડિસેમ્બરની રાત્રે સરકારી બસ સાથ બે વાહનોની ટક્કર થતાં સાત લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટતાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટાયરમાં બ્લાસ્ટ થતાં જ બસ રોડની વિરુદ્ધ દિશામાં જતી રહી હતી જ્યાં બે વાહનો એક SUV અને એક કાર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં સાત લોકોના કાળને ભેટયા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટાયર ફાટવાને કારણે સરકારી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, મૃતકોની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને રાહદારીઓએ ઘટનાસ્થળે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી હતી, અને ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

ગરીબ રથ એક્સપ્રેસ આવી જતાં 5 લોકો કચડાયા

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બુધવારની સાંજે દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. રોજા રેલવે સ્ટેશન પાસે આવેલા માનવ રહિત રેલવે ક્રોસિંગને પાર કરતી વેળાએ બાઇક સવાર લોકો ગરીબ રથ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. રેલવેની ટક્કર એટલી ભીષણ હતી કે બે બાળકો સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે હાજર લોકોના કાળજા કંપી ઉઠયા હતા. મૃતકોના શરીરના ટુકડાઓ રેલવે ટ્રેક પર પડ્યા હતા. સૂચના મળતા જે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય હરિઓમ, તેમના સાળા સેઠ પાલ, વિકન્ના નિગોહી (શાહજહાંપુર) ના રહેવાસી, સેઠ પાલના 35 વર્ષીય પત્ની પૂજા અને તેમના બે બાળકો તરીકે થઈ છે. તેમણે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ શું છે