For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અર્ધસૈનિક દળોના જવાનોને હવાઇ યાત્રાની સુવિધા મળી, ગૃહમંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો

Updated: Feb 21st, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

કાશ્મીર ઘાટીમાં તૈનાત CRPF અને અન્ય અર્ધસૈનિક દળોના જવાન રજામાં જવા પર અને પરત આવવા પર હવે કોમર્શિયલ ફ્લાઇટ્સનો ઉપયોગ કરી શકશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં 40 જવાનોના શહિદ થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે જેમાં આ જાણકારી આપવામાં આવી છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ(CAPF)ના દરેક કર્મીઓ માટે દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ -શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેક્ટર પર હવાઇ યાત્રાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અસમ રાઇફલ્સ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડના જવાનોને પણ આ સુવિધા મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રેંકના લગભગ 7.8 લાખ તે અર્ધસૈનિક કર્મીઓને તરત લાભ મળશે જે આ પહેલા તેને મળવાપાત્ર નહોતું.

તેમજ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, તેમાં ડ્યૂટી પર મુસાફરી અથવા રજા પર જવાની મુસાફરી પણ સામેલ છે. 
Gujarat