For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કિસાન સન્માન યોજનાનો પ્રારંભ, 1 કરોડ ખેડૂતોને મળશે 2000ની પહેલી સહાય

Updated: Feb 24th, 2019

Article Content Imageગોરખપુર, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરુઆત કરી દીધી છે.

ગોરખપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.આ યોજના હેઠળ દેશના એક કરોડથી વધારે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સરકાર 2000 રુપિયા જમા કરાવવાની છે.2000 રુપિયા સરકારનો પહેલો હપ્તો છે.વર્ષમાં કુલ 6000 રુપિયાની મદદ સરકાર નાના ખેડૂતોને કરવાની છે.

કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ક્હયુ હતુ કે આગલા બે થી ત્રણ દિવસમાં ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા પહોંચી ગયા હશે.

જોકે આ યોજનાનો લાભ હાલમાં એવા ખેડૂતોને જ મળશે જેમનુ નામ રાજ્યના કિસાન સેવા પોર્ટલ પર રજિસ્ટર હશે.જેમનો ડેટા ફીડ થઈ ગયો છે તેવા ખેડૂતોને પહેલો હપ્તો ચુકવાઈ જશે.

જો ખેડૂતનુ નામ આ લિસ્ટમાં નહી હોય તો લેખપાલનો સંપર્ક કરવો પડશે.આ માટે ખેડૂતોનુ લિસ્ટ ગામે ગામ જઈને વેરિફાય કરવામાં આવી રહ્યુ છે.જે ખેડૂતોના નામ ,મોબાઈલ નંબર અને આધાર કાર્ડ હોય તેવા ખેડૂતોનુ લિસ્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવી રહ્યુ છે.આવા ખેડૂતોનો ડેટા કિસાન પોર્ટલ પર ફીડ કરવાનુ કામ લગભગ પુરુ થઈ ગયુ છે.

જે ખેડૂત પાંચ એકરતી ઓછી જમીનમાં ખેતી કરે છે તેને આ યોજનાનો લાભ મળવાનો છે.જેમના નામ લેન્ડ રેકોર્ડમાં 1 ફેબ્રુઆરી સુધી છે તેમને જ આ યોજનાનો લાભ મળવાનો છે.

Gujarat