For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મારી પાર્ટી ભાજપની B ટીમ નહીં તમિલનાડુની A ટીમ છે: કમલ હાસન

Updated: Feb 25th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019 સોમવાર

અભિનેતા અને મક્કલ નિધિ મય્યમ પાર્ટીના પ્રમુખ કમલ હાસને રવિવારે તિરૂનેલવેલીમાં એક કાર્યક્રમ સંબોધિત કરતા કહ્યુ કે તેમની પાર્ટીને જાણીજોઈને નિશાન બનાવાઈ રહ્યુ છે. તમિલનાડુમાં તેમની પાર્ટીની ભવ્યતા વધી રહી છે. જેને જોતા કેટલાક લોકો જાણીજોઈને તેમને અને મક્કલ નીધિ મય્યમને નિશાન બનાવી રહ્યા છે.

હાસને કોઈ સંગઠનનું નામ લીધા વિના સ્પષ્ટરીતે કહ્યુ કે તેમને નિશાન બનાવાઈ રહ્યા છે કેમ કે તેમની પાર્ટીનું કદ મોટુ છે. તેમની પર આરોપ લાગી રહ્યો છે કે તેમની પાર્ટી ભાજપની બી ટીમ છે. જેનુ ખંડન કરતા તેમણે કહ્યુ, હું કોઈ બી ટીમ નથી, આ તમિલનાડુની એ ટીમ છે.

કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ આગામી લોકસભા ચૂંટણીમાં તમિલનાડુની તમામ 39 બેઠકો પર એકલી ચૂંટણી લડશે. આ નિવેદન દ્વારા હાસને ગઠબંધનમાં સામેલ થવાની પોતાની નીતિમાં પરિવર્તનનો સંકેત આપ્યો છે. લોકસભા ચૂંટણીમાં લડવાનું એલાન કરતા હાસને કહ્યુ હતુ. અમે સ્પષ્ટરીતે લોકોની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે કોઈપણ દ્રવિડ પાર્ટીની સાથે ગઠબંધન ન કરીને પોતાની સારી છબી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Gujarat