Get The App

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા 1 - image


Technical Glitch In Indigo Flight : મુંબઈથી કાનપુર આવેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર-6E-824 માં ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ફ્લાઈટના ગેટ ખૂલ્યા ન હતા, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. 

સિગ્નલ ન મળતા ફ્લાઈટે હવામાં 12 મિનિટ ચક્કર લગાવ્યા

મુંબઈ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈનો સમય 3.20 કલાકનો હતો, જોકે વિલંબ થતા ફ્લાઈટ 3.46 કલાકે કાનપુર એરપોર્ટ પહોંચવાની હતી, પરંતુ આ દરમિયાન એર ટ્રાફિકે તાત્કાલિક સિગ્નલ ન આપ્યું ન હતું, જેના કારણે ફ્લાઈટે હવામાં જ 12 મિનિટ સુધી ચક્કર લગાવવાનો વારો આવ્યો હતો. પછી સિગ્નલ મળ્યા બાદ ફ્લાઈટ 3.58 કલાકે ચકેરી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

હજુ પણ ભાવ ઘટશે ? સોનું રૂ.9000 અને ચાંદી રૂ.23000 થઈ સસ્તી

બેટરી ડિસ્ચાર્જ થતા ગેટ ન ખુલ્યો

લેન્ડિંગ વખતે પણ ફ્લાઈટ મુશ્કેલીમાં મુકાઈ હતી. ફ્લાઈટ લેન્ડ થયા બાદ ગેટમાં ખામી સર્જાઈ હતી. રિપોર્ટ મુજબ મુસાફરો 32 મિનિટ સુધી ફ્લાઈટમાં ફસાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં એરપોર્ટની ટેકનિકલ ટીમ તુરંત દોડી આવી હતી અને બેટરી ડિસ્ચાર્જ થવાના કારણે દરવાજા ન ખુલતા હોવાનું સામે આવ્યું હતું. 

સમસ્યાના કારણે કાનપુરથી મુંબઈ જનારી ફ્લાઈટમાં પણ વિલંબ

ત્યારબાદ ટીમે તુરંત બેટરની સમસ્યા દૂર કરી હતી. છેવટે 32 મિનિટ બાદ એટલે કે 4.42 વાગે ફ્લાઈટનો ગેટ ખુલ્યો હતો, જેના કારણે તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટેકનિકલ સમસ્યાના કારણે કાનપુરથી મુંબઈ જનારી ફ્લાઈટમાં પણ વિલંબ થયો હતો. આ ફ્લાઈટનો ટેકઓફ થાવાનો સમય 4.00 વાગ્યાનો હતો, જોકે તે 5.30 કલાકે ટેકઓફ થઈ હતી.

આ પણ વાંચો : પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો

Tags :