હજુ પણ ભાવ ઘટશે ? સોનું રૂ.9000 અને ચાંદી રૂ.23000 થઈ સસ્તી

Gold Rate Drop : કોમોડિટી માર્કેટથી લઈને જ્વેલરી બજાર સુધી સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે (24 સપ્ટેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ આશરે રૂપિયા 2000 તૂટીને રૂપિયા 1,21,518 પ્રતિ 10 ગ્રામ પર જ્યારે ચાંદીનો ભાવ આશરે રૂપિયા 4000 ઘટી રૂપિયા 1.47 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આમ સોનું હાઈએસ્ટ ભાવથી આશરે રૂપિયા 9000 સસ્તું થયું છે, જ્યારે ચાંદી હાઈએસ્ટ ભાવથી આશરે રૂપિયા 23000 ઘટ્યું છે.
સોના-ચાંદીના વર્તમાન ભાવ
MCX રિપોર્ટ મુજબ, 17 ડિસેમ્બરે ડિસેમ્બર વાયદાના 10 ગ્રામ સોનાનો ભાવ 1.32 લાખ રૂપિયે પહોંચી ગયો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 1.70 લાખ રૂપિયે પહોંચી ગયો હતો. જોકે પછી બંનેના ભાવમાં રેકોર્ડ તોડ ઘટાડો થયો છે. વર્તમાનમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1,23,255 અને એક કિલો ચાંદીનો ભાવ 1,47,150 રૂપિયા પર છે. આ ધરખમ ઘટાડા બાદ લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું હજુ પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થશે?
આ પણ વાંચો : પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો
સોના-ચાંદીના ભાવ ઘટવાના કારણો
નિષ્ણાતોએ સોના-ચાંદીના ભાવના ઘટાડાના કારણો કહ્યા છે. તેઓના જણાવ્યા મુજબ,
1... સોના-ચાંદીની કિંમતો રેકોર્ડ ઊંચા ભાવે પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરાવવાની લહેર ચાલી રહ્યા છે. એટલે કે રોકાણકારો સોના-ચાંદીમાંથી નફો કાઢી રહ્યા છે.
2... આ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરનું ટેન્શન ઘટ્યું છે
3... વૈશ્વિક સ્તરે પણ તણાવમાં ઘટી રહ્યો છે, જેની અસર સોના-ચાંદીની કિંમતો પર પડી રહી છે.
4... ભારતમાં ધનતેરસ અને દિવાળીના તહેવારો પૂરા થયા બાદ બજારમાં સોનાની માંગ ઘટી છે.
શું હજુ પણ સોના-ચાંદીની કિંમતો ઘટશે?
સોનું અને ચાંદી હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જોકે, આ ઘટાડા પછી રોકાણકારોના મનમાં સવાલ છે કે શું ભાવ હજી ઘટશે? નિષ્ણાતોનું માનવું છે કે, મુનાફાવસુલીના કારણે તેના ભાવમાં ઘટાડો થયો છે. હજી પણ સોના-ચાંદીના ભાવમાં પાંચથી છ ટકા જેટલો વધુ ઘટાડો આવી શકે છે. એટલે કે, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 6000થી 7000 સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાતો હાલમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને કેટલાક સપ્તાહ રાહ જોવાની સલાહ આપી રહ્યા છે.

