બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં સામેલ વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ના પ્રમુખ મુકેશ સહનીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ પોતે આ વખતે વિધાનસભા ચૂંટણી લડશે નહીં, પરંતુ રાજ્યની તમામ 243 બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતારશે અને દમદાર પ્રચાર કરશે.
હું બિહારનો નાયબ મુખ્યમંત્રી બનીશ : મુકેશ સહની
મુકેશ સહનીએ દરભંગાના ગૌરાબૌરામ વિધાનસભા ક્ષેત્રમાં પોતાના ભાઈ સંતોષ સહનીના નામાંકન માટે પહોંચ્યા હતા, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ સાથે તેમણે દાવો કર્યો છે કે, અમારી સરકાર બનશે અને હું બિહારનો નાયબ મુખ્યમંત્રી બનીશ.
આ પણ વાંચો : છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ
સહનીને 15 બેઠકો જોઈએ, RJD 12 આપવા તૈયાર
તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, ‘બિહારમાં મહાગઠબંધનની સરકાર બનવા પર હું ઉપમુખ્યમંત્રી બનીશ.’ સહનીએ આવો દાવો પહેલીવાર કર્યો નથી. અગાઉ પણ તેઓ મહાગઠબંધનની મુશ્કેલી વધારતા રહ્યા છે અને આવા દાવાઓ કરતા રહ્યા છે. રિપોર્ટ મુજબ સહની 15 બેઠકો માંગી છે, જ્યારે આરજેડી તેમને માત્ર 12 બેઠકો આપવા માંગે છે, જેના કારણે તેઓ નારાજ થયા છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન