Get The App

દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન 1 - image


IRCTC Website And App Down: દિવાળી અને છઠ્ઠ પૂજાના અવસર પર લાખો લોકો ઘરે જવા માટે તત્કાલ ટિકિટ બુક કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ 17 ઑક્ટોબર 2025ના રોજ સવારે 10:00થી 11:00 વાગ્યાની વચ્ચે જ્યારે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય થયો ત્યારે IRCTCની વેબસાઇટ અચાનક ઠપ થઈ ગઈ. બીજી તરફ IRCTCની મોબાઇલ એપ પણ કામ નથી કરી રહી. આવી સ્થિતિમાં લોકો પરેશાન છે કે, ટિકિટ કેવી રીતે બુક કરવી. 

IRCTC વેબસાઇટ પર લખેલ નોટિફિકેશન પ્રમાણે આગામી એક કલાક સુધી તમામ સાઇટો માટે બુકિંગ અને કેન્સિલેશન સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. કેન્સિલેશન અથવા TDR ફાઇલ કરવા માટે 08044647999 અને 08035734999 પર કૉલ કરો અથવા etickets@rcte.co.in પર ઈમેઇલ કરી શકો છો. 


તહેવાર ટાણે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે વેબસાઇટ ઠપ થવાથી પરેશાન લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IRCTC પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.


IRCTCની વેબસાઇટ કેમ ઠપ થઈ?

IRCTCની વેબસાઇટ પહેલા પણ ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરી ચૂકી છે. વેબસાઇટ પર એક મેસેજ લખેલો દેખાઈ રહ્યો છે કે આગામી થોડા કલાકો સુધી ટિકિટ બુકિંગ અને કેન્સિલેશન સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, આવું કેમ થયું તે અંગે IRCTC તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે  મેન્ટેનેન્સ સમયે વેબસાઇટ ઠપ થઈ જાય છે. 


દિવાળી અને છઠ્ઠ પૂજાના અવસર પર ટ્રેનોની ખૂબ ડિમાન્ડ હોય છે. બીજી તરફ તત્કાલ બુકિંગ એ લોકો માટે છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરવાનો એક સરળ રસ્તો છે. જોકે, વેબસાઇટ બંધ થવાથી આ તક પણ છીનવાઈ ગઈ, જેના કારણે લોકો નિરાશ થયા છે.

 આ પણ વાંચો: ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત!


Tags :