India

મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરાપ, 66 જાતિ OBC ક્વૉટાથી બહાર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં OBC અનામત કાયદામાં મોટા ફેરફાર કરતા 2 સુધારા બિલ પસાર થયા છે. હવે રાજ્યમાં SC-ST સિવાય માત્ર 66 વિશિષ્ટ સમુદાયોને OBC કોટાનો લાભ મળશે. 77 મુસ્લિમ સમુદાયોને OBC યાદીમાંથી બહાર કરાયા છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે. હવે 54 હિન્દુ અને 12 મુસ્લિમ સમુદાયો OBC અનામતના દાયરામાં રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરાપ, 66 જાતિ OBC ક્વૉટાથી બહાર

West Bengal Assembly OBC Amendment Bills 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અન્ય પછાત વર્ગ (OBC) અનામતના કાનૂની માળખામાં મોટા ફેરફાર કરતા બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા છે. આ નવા કાયદા હેઠળ પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગને વધુ સત્તા આપવામાં આવી છે, જ્યારે અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારના શાસનકાળ દરમિયાન ઓબીસી જ્ઞાતિઓની યાદીને અપાયેલી વૈધાનિક માન્યતાને સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર, હવે રાજ્યમાં એસસી (SC) અને એસટી (ST) સિવાયના માત્ર 66 વિશિષ્ટ સમુદાયોને જ ઓબીસી કોટાનો લાભ મળશે. આ નવા કાયદા હેઠળ 77 મુસ્લિમ સમુદાયોને ઓબીસી યાદીમાંથી બહાર કરી દેવાયા છે. જે કલકત્તા હાઈકોર્ટના મે 2024ના આદેશના પાલન અંતર્ગત લેવાયેલો મોટો નિર્ણય છે.

હવે કઈ જ્ઞાતિઓને મળશે અનામતનો લાભ?
નવા નિયમો મુજબ, હવે પશ્ચિમ બંગાળમાં માત્ર 66 જ્ઞાતિઓ જ ઓબીસી અનામતના દાયરામાં રહેશે, જેમાં 54 હિન્દુ અને 12 મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. પછાત વર્ગ કલ્યાણ મંત્રી ગૌરીશંકર ઘોષે વિધાનસભામાં 'પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (સેવાઓ અને પદોમાં જગ્યાઓનું અનામત) (સુધારા) વિધેયક, 2026' અને 'પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ (સુધારા) વિધેયક, 2026' રજૂ કર્યા હતા. જેને ગૃહમાં મતદાન પ્રક્રિયા બાદ બહુમતીથી પસાર કરાયા હતા. આ સુધારાનો મુખ્ય હેતુ મમતા સરકારે 2012માં કરેલા ફેરફારોને ઉલટાવવાનો છે. અગાઉ ઓબીસી કેટેગરી-એ હેઠળ 65 અને કેટેગરી-બી હેઠળ 78 સમુદાયોની યાદી હતી, જેને હવે કાનૂની રીતે નાબૂદ કરવામાં આવી છે. મંત્રી ગૌરીશંકર ઘોષે જણાવ્યું કે, સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂરું કરીને 1993ની મૂળ ઓબીસી યાદીને પુનઃસ્થાપિત કરી છે.

નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ અને વિધાનસભાનું ગણિત
સુધારેલા કાયદા મુજબ, રાજ્ય સરકાર પછાત વર્ગ આયોગની સલાહથી ઓબીસી અનામતની ટકાવારી નક્કી કરશે, પરંતુ અનામતની કુલ મર્યાદા 50 ટકાથી વધુ નહીં હોય. હવેથી આયોગની ભલામણો સરકાર માટે બંધનકર્તા રહેશે. આ અગાઉ, મે 2024માં કલકત્તા હાઈકોર્ટે 2010 પછી ઈશ્યુ થયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ્દ કર્યા હતા, કારણ કે તત્કાલીન સરકારે આયોગને બાયપાસ કરીને જ્ઞાતિઓ ઉમેરી હતી. મે મહિનામાં સત્તા સંભાળ્યા બાદ નવી ભાજપ સરકારે રાજ્યમાં 66 ઓબીસી વર્ગો માટે અનામત 17% થી ઘટાડીને 7% કરી દીધું હતું. વિધાનસભામાં મતદાન (ડિવિઝન) દરમિયાન આ બિલની તરફેણમાં 186 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર 17 વોટ નોંધાયા હતા અને 6 સભ્યો મતદાનથી અલિપ્ત રહ્યા હતા.