For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મધ્યપ્રદેશમાં બહુમત પરીક્ષણ ક્યારે? SCમાં લાંબી ચર્ચા બાદ કાલ સુધી સુનાવણી ટળી

Updated: Mar 18th, 2020

Article Content Imageભોપાલ, તા. 18 માર્ચ 2020 બુધવાર

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકિયા ઘમાસાણને લઈને ભાજપના નેતાઓની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોના વકિલોએ પોતાની દલીલો રાખી અને આ સુનાવણી કલાકો ચાલી, જજે કહ્યું કે સ્પીકરે રાજીનામા પર નિર્ણય લેવો જોઈએ. જો કાલે ધારાસભ્યો તેમને મળશે તો તે શું નિર્ણય લેશે? ફ્લોર ટેસ્ટની માંગ કરતા ભાજપના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે હવે આ મામલે ગુરુવારે સુનાવણી થશે.

મધ્યપ્રદેશમાં જારી રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મંગળવારે જ વિશ્વાસમત પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. જોકે હવે રાજ્યની ભાજપ અને કોંગ્રેસ બન્ને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.

કોંગ્રેસ ધારાસભ્યો તરફથી કોર્ટમાં હાજર વકીલ દુષ્યંત દવેએ કહ્યુ, આજે અમે અસમંજસમાં છીએ. મધ્યપ્રદેશની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો હતો. તે દિવસે એક પ્રદેશમાં સૌથી મોટી પાર્ટીએ વિશ્વાસ પ્રસ્તાવ જીત્યો હતો.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ સમક્ષ દવેએ કહ્યુ, ગત 18 મહિનાથી એક સ્થિર સરકાર કાર્ય કરી રહી છે. તેમણે ન્યાયાલયને જણાવ્યુ કે ભાજપે બળનો ઉપયોગ કર્યો છે તે સંભવત: લોકતાંત્રિક સિદ્ધાંતોને નષ્ટ કરી શકે છે.

Article Content Image

ભાજપે વહેલા વિશ્વાસમતની માગણી કરી હતી જે મુદ્દે સુપ્રીમે સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જ્યારે હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવતા કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે અને તેમનો અમારે સંપર્ક કરવાનો છે પણ નથી થઇ રહ્યો. 

ભાજપ વતી આ અરજી પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષે બાદમાં સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી. તેમાં એવી દલીલ કરી હતી કે અમારા ધારાસભ્યોને કેન્દ્ર સરકાર કર્ણાટક સરકારે બંધક બનાવીને રાખ્યા છે અને તેેથી જવાબદાર સામે કાયદાકીય પગલા લેવામાં આવે.

Article Content Image

સાથે અમારા ધારાસભ્યોને હાલના વિધાનસભાના સત્રમાં ભાગ લેવાદેવાની છુટ આપવામાં આવે.  સાથે એવી પણ માગણી કરવામાં આવી હતી કે રાજ્યપાલ લાલજી ટંડને મધ્ય પ્રદેશ વિધાનસભામાં મંગળવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવાનો જે આદેશ આપ્યો હતો તેને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરીને રદ કરી દેવામાં આવે.

બીજી તરફ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત યોજી હતી. જેમાં વર્તમાન કમલનાથ સરકાર દ્વારા બે દિવસમાં જે પણ નિર્ણય લેવાયા તેને રદ કરી દેવામાં આવે તેવી માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે સરકાર પાસે હાલ બહુમત નથી. આવી સ્થિતિમાં તેણે જે પણ નિર્ણયો લીધા છે તે ગેરબંધારણીય છે. 

Article Content Image

બીજી તરફ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત યોજી હતી. જેમાં વર્તમાન કમલનાથ સરકાર દ્વારા બે દિવસમાં જે પણ નિર્ણય લેવાયા તેને રદ કરી દેવામાં આવે તેવી માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે સરકાર પાસે હાલ બહુમત નથી. આવી સ્થિતિમાં તેણે જે પણ નિર્ણયો લીધા છે તે ગેરબંધારણીય છે. 

તેથી હાલ મધ્ય પ્રદેશનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટના હાથમાં છે અને બુધવારે આ મામલે સવારે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ થઇ છે તેને લઇને રાજ્યપાલ, સ્પીકર, સરકાર અને બળવાખોર ધારાસભ્યો પાસેથી જવાબ માગ્યો છે અને બુધવારે સવારે આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.

કોર્ટમાં કોંગ્રેસના વકીલ તરફથી દલીલ કરવામાં આવી છે કે અત્યારે દુનિયા માનવતાના સૌથી મોટા સંકટ કોરોના સામે ઝઝૂમી રહી છે એવામાં શુ આ સમયે બહુમત પરીક્ષણ કરાવવુ જરૂરી છે. 

કેસ બંધારણીય બેન્ચને મોકલવામાં આવે 

કોંગ્રેસના વકીલ તરફથી સુપ્રીમ કોર્ટમાં તર્ક આપવામાં આવ્યો છે કે આ મામલાને બંધારણીય બેન્ચની પાસે મોકલવા જોઈએ. કેમ કે મધ્ય પ્રદેશ જેવી સ્થિતિ અગાઉ કર્ણાટક અને ગુજરાતમાં પણ આવી ચૂકી છે. દુષ્યંત દવેએ આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ગુજરાતમાં થયેલી રાજ્યસભા ચૂંટણીનો હવાલો આપ્યો.

Gujarat