For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની વધુ 100 કંપનીઓ તૈનાત કરવાના આદેશથી હલચલ

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

કાશ્મીરમાં અન્ય રાજ્યોના લોકોને રહેવા માટે કે સંપત્તિ ખરીદવા માટે રોકતી કલમ 35 એની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં સોમવારે થવાની છે ત્યારે એ પહેલા જ કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતાઓની ધરપકડોનો દોર શરુ કર્યો છે.

યાસિન મલિક સહિત 24 ભાગલાવાદી નેતાઓની અટકાયત કરાઈ છે.મહત્વની વાત એ કે કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાયલે અર્ધ લશ્કરી દળોની બીજી 100 કંપનીઓને કાશ્મીરમાં મોકલવા માટે આદેશ આપ્યો છે.

આ કંપનીઓમાં સીઆરપીએફની 35, બીએસએફની 35, સીમા સુરક્ષાદળની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓનો સમાવેશ થાય છે.

ગૃહમંત્રાલયે તાત્કાલીક અસરથી કંપનીઓને તૈનાત કરવાની કાર્યવાહી કરવા માટે રાજ્યના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપીને આદેશ આપ્યો છે.જોકે આટલી મોટી સંખ્યામાં જવાનો ઉતારવા પાછળના કારણનો ખુલાસો સરકારે કર્યો નથી.

Gujarat