For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આંતકવાદી હુમલામાં સૌથી વધુ ઉત્તરપ્રદેશના 12 સપૂતો શહીદો થયા

Updated: Feb 15th, 2019

આંતકવાદી હુમલામાં સૌથી વધુ ઉત્તરપ્રદેશના 12 સપૂતો શહીદો થયાલખનૌ,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોમાં એકલા યુપીના જ 12 સપૂતોનો સમાવેશ થાય છે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદોના પરિવારોને 25-25 લાખની આર્થિક મદદ કરવાનુ એલાન કર્યુ છે.ઉપરાંત પરિવારના દરેક સભ્યને સરકારી નોકરી અપાશે.દરેક શહીદના ગામમાં એક રસ્તાને શહીદનુ નામ અપાશે.

યોગી સરકારે એલાન કર્યુ છે કે શહીદ જવાનોના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થશે.જેમાં યુપી સરકારના એક મંત્રી, કલેક્ટર અને એસપી રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

આ હુમલામાં સૌથી વધારે સપૂતો યુપીએ જ ગુમાવ્યા છે.આ રહ્યા તેમના નામ

  • ચંદોલીના અવધેશ કુમાર,
  • અલ્હાબાદના મહેશ કુમાર
  • શામલીના પ્રદી
  • વારાણસીના રમેશ યાદવ
  • આગ્રાના કૌશલ યાદવ
  • ઉન્નાવના અજીત કુમાર
  • કાનપુરના શ્યામબાબૂ 
  • કન્નોજના પ્રદીપ સિંહ
Gujarat