Get The App

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત 1 - image


Mohan Bhagwat In Kerala : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત આ વર્ષે બીજી વખત કેરળની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અહીં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા યોજાયેલ શિક્ષણ સંમેલન-જ્ઞાન સભામાં બોલતા કહ્યું કે, ‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે... કારણ કે, વિશ્વ શક્તિની વાત સમજે છે. ભારત ‘શક્તિ સંપન્ન’ હોવું જોઈએ. ભારત વિકસીત દેશ તેમજ વિશ્વ ગુરુ હોવાના કારણે ક્યારે યુદ્ધનું કારણ નહીં બને.’

ભાગવતે શિક્ષણનું મહત્ત્વ પણ સમજાવ્યું

આરએસએસ પ્રમુખે શિક્ષણના મહત્વ અને ભારતની વૈશ્વિક ભૂમિકાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘કોઈપણ વ્યક્તિને એવું શિક્ષણ મળવું જોઈએ કે, તે આત્મનિર્ભર બની શકે અને પોતાના દમ પર જીવીત રહેવાની ક્ષમતા મેળવી શકે. ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે, જેને હંમેશા ભારત જ કહેવું જોઈએ, તેનું અનુવાદ ન કરવું જોઈએ.’

‘મનુષ્ય પાસે ભગવાન કે રાક્ષમ બનવાનો વિકલ્પ’

તેમણે માનવ જીવનની સંભાવનાઓ પર કહ્યું કે, ‘મનુષ્ય પાસે ભગવાન અથવા રાક્ષણ બનવાનો વિકલ્પ છે. વ્યક્તિ રાક્ષણ બનીને બીજાના જિંદગી બરબાદ કરે છે, જ્યારે ભગવાન બની સમાજનું ઉત્થાન કરે છે. શિક્ષણ વ્યક્તિને યોગ્ય દિશામાં લઈ જાય છે, કારણ કે તેનાથી વ્યક્તિ ભૂખ્યો રહેતો નથી અને આત્મનિર્ભર બને છે. શિક્ષણ માત્ર આજીવિકા પૂરતું સીમિત ન હોવું જોઈએ, કારણ કે શિક્ષણ વ્યક્તિને નૈતિક અને સાંસ્કૃતિક રૂપે સશક્ત બનાવે છે.’

આ પણ વાંચો : 10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ

ભારત યુદ્ધનું કારણ નહીં બને

મોહન ભાગવતે ભારતની સાંસ્કૃતિક વારસાને વિશ્વ ગુરુ તરીકે સ્થાપવાની વાત કહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘વિકસિત ભારત અને વિશ્વ ગુરુ ભારત ક્યારે યુદ્ધનું કારણ નહીં બને, પરંતુ તે વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિનું સંદેશાવાહક બનશે. ભારતની આ ઓળખ શૈક્ષણિક પ્રણાલી અને સાંસ્કૃતિક મૂલ્યોથી વધુ મજબુત થશે.’

ભાગવત ફેબ્રુઆરીમાં પણ કેરળની મુલાકાતે ગયા હતા

ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવતે અગાઉ ફેબ્રુઆરીમાં કેરળની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આયરૂર ચેરુકોલપુઝા હિન્દુમઠા પરિષદમાં હાજરી આપી હતી, જે 1913 માં ચટ્ટામ્બી સ્વામિકાલ દ્વારા શરૂ કરાયેલ રાજ્યની સૌથી મોટી હિન્દુ આધ્યાત્મિક પરિષદ છે. RSS પ્રમુખ દ્વારા આ પરિષદને સંબોધિત કરવાની આ પહેલીવાર ઘટના હતી. તેમણે એક પખવાડિયામાં કેરળનો બીજી વખત પ્રવાસ કર્યો છે, ત્યારે આ પ્રવાસ દર્શાવે છે કે તેઓ કેરળમાં RSSની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

આ પણ વાંચો : 'સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે...', નીતિન ગડકરીનું સૂચક નિવેદન

Tags :