For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા પછીના ચાર કલાકનુ PM મોદીનુ શિડયુલ કોંગ્રેસે કર્યુ જાહેર

Updated: Feb 21st, 2019

પુલવામા હુમલા પછીના ચાર કલાકનુ PM મોદીનુ શિડયુલ કોંગ્રેસે કર્યુ જાહેરનવી દિલ્હી,તા.21.ફેબ્રઆરી 2019, ગુરુવાર 

14 ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતકંવાદી હુમલો થયો એ પછીના બીજા ચાર કલાક સુધી પીએમ મોદી શૂટિંગ કરી રહ્યા હતા તેવો આરોપ મુકનાર કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીનુ આ સમયગાળા દરમિયાન પળે પળનુ શિડ્યુલ જાહેર કર્યુ છે.કોંગ્રેસે કહ્યુ હતુ કે 

14 ફેબ્રુઆરીએ બપોરે 3-10 વાગ્યે પુલવામામાં હુમલો થયો ત્યારે ડિસ્કવરી ચેનલના હેડ અને તેની કેમેરા ટીમ સાથે પીએમ મોદી પોતાના પ્રચાર માટે બોટિંગ કરી રહ્યા હતા. સાંજના 6-30 વાગ્યા સુધી શૂટિંગ ચાલ્યુ હતુ.

શૂટિંગ પુરુ થતા જ મોદીનો કાફલો રામગઢ તરફ આગળ વધ્યો ત્યારે લોકોએ પીએમ મોદીના નામના નારા લગાવ્યા હતા અને પીએમે તેમનુ અભિવાદન પણ કર્યુ હતુ. સાંજે 6-30 વાગ્યે કોર્બેટ પાર્કના ધનગઢી ગેટ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે 10 મિનિટ વાત કરી હતી.

6-40 વાગ્યે તેમનો કાફલો ગેટમાંથી બહાર નિકળ્યો હતો.જ્યારે આ કાફલો સુંદર ખાલ ઢિકુલી પહોંચ્યો તો લોકોએ ભાજપના પક્ષમાં નારા લગાવ્યા હતા. એ પછી પીએમ મોદી રામનગરના ગેસ્ટ હાઉસમાં 10 મિનિટ માટે ચા નાસ્તો કરવા રોકાયા હતા.

ઝારખંડમાં રેલી કરવા માટે ગયા હોવાથી પીએમ મોદી પાલમ એરપોર્ટ પર શહિદોને શ્રધ્ધાંજલિ આપવા એક કલાક મોડા આવ્યા હતા.

Gujarat