For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મોદી સરનેમ'ને લઇને કરવામાં આવેલ ટ્વીટના કારણે ફરી ચર્ચામાં આવ્યા આ BJP નેતા,

Updated: Mar 25th, 2023

Article Content Image

નવી દિલ્હી,તા. 25 માર્ચ 2023,શનિવાર  

આ દિવસોમાં જો કિ ટોપીક પર ચર્ચા થઇ રહી છે તો તે છે. 'મોદી સરનેમ'. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા બાદ 'મોદી સરનેમ' એક નવો મુદ્દો હોય તેમ લાગી રહ્યું છે.

'મોદી સરનેમ'ના વિવાદ વચ્ચે ખુશ્બુ સુંદરનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. આ ટ્વીટ વર્ષ 2018નું છે. જેમાં તેમણે 'મોદી સરનેમ'ને ભ્રષ્ટાચાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. 

Article Content Image

આ ટ્વીટમાં ખુશ્બુ સુંદરે લખ્યું કે, અહીં #Modi ત્યાં #Modi જ્યાં જુઓ ત્યાં #Modi... પણ આ શું છે?  દરેક #Modi ની આગળ #ભ્રષ્ટાચાર અટક લગાવેલી હોય છે.. તો વાત ના સમજો.. #Modi એટલે #ભ્રષ્ટાચાર.. ચાલો #મોદી નો મતલબ જ ભ્રષ્ટાચાર કરી દઇએ.. આ વધુ સારું છે.. #Nirav #Lalit #Namo = ભ્રષ્ટાચાર

ખુશ્બુ સુંદર 2020માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ખુશ્બુ સુંદરે કહ્યું કે ,તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી મારા જૂના ટ્વીટ્સને સામે લાવવા માટે કેટલી ઉત્સુક છે. તે લોકો જાણી જોઈને આ ટ્વીટને સામે લાવી રહ્યા છે. 

મહત્વનું છે કે, શુક્રવારે ગુજરાતની એક અદાલતે મોદી સરનેમ દ્વારા કરાયેલી ટિપ્પણીના કેસમાં ચુકાદો આપતી વખતે રાહુલ ગાંધીને બે વર્ષની સજાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

Gujarat