For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકીઓ વિરુદ્ધના અભિયાનમાં રાત્રે પણ સૈન્યને મદદરૂપ થાય તેવી રાઇફલોની ખરીદી કરાશે

- આતંકી હુમલા વધતા સૈન્ય ઓપરેશન વધુ પ્લાનિંગ સાથે હાથ ધરાશે

- 800 મિટર દૂરથી પણ ટાર્ગેટને શોધવામાં સૈન્યને મદદરુપ થનારી 56 હજાર રાઇફલોની ખરીદી કરવામાં આવશે

Updated: Feb 19th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

કાશ્મીરમાં આતંકવાદ વકરી રહ્યો છે, આ સ્થિતિ વચ્ચે પુલવામામાં થયેલા આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો છે અને સરકાર પર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે સરકાર પર દબાણ થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે સૈન્ય પણ ઘણા સમયથી સરકાર પાસે આધુનિક હથિયારોની માગણી કરી રહ્યું છે. 

દરમિયાન પુલવામામાં હુમલા બાદ સૈન્યએ પણ કમર કસી લીધી છે અને રાત્રીના સમયે પણ કામ આવે તેવી આધુનિક રાઇફલની ખરીદીની તૈયારી કરી લીધી છે. સોમવારે સૈન્યએ હજારો રાઇફલોની ખરીદી માટે આરએફઆઇ બહાર પાડયું હતું.

રાઇફલનો રાત્રીમાં પણ મદદરુપ થઇ શકે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ સૈન્ય કરશે, જેને પગલે કાશ્મીરમાં જ્યારે આતંકીઓ રાત્રી દરમિયાન નાસવાનો કે સ્થળ બદલવાનો પ્રયાસ કરશે તો ઝડપાઇ જશે. જ્યારે સામસામે ગોળીબાર ચાલતો હોય ત્યારે પણ નિશાનને ટાર્ગેટ કરવામાં આ હથિયાર મદદરુપ થાય છે. 

આ ઉપરાંત હાલ જે આઇએનએસએએસ રાઇફલ્સ છે તેની જગ્યાએ ભારત અમેરિકાની કંપની પાસેથી ૭૨૪૦૦ આધુનિક રાઇફલોની ખરીદી કરવા જઇ રહ્યું છે. અમેરિકાની કંપની સાથે આ માટે ભારતે એક કરાર પણ કર્યો છે. આ રાઇફલનો ઉપયોગ હાલ અમેરિકા અને યુરોપિયન દેશો કરી રહ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાસ્ટ ટ્રેક પ્રોક્યુર્મેન્ટ ( એફટીપી) અંતર્ગત અમેરિકાની કંપની એસઆઇજી સેઉર ખરીદી રહી છે, આજથી એક વર્ષ બાદ આ રાઇફલ ભારતને મળશે. આ રાઇફલોની ખરીદી પાછળ આશરે ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ૨૦૧૭માં સૈન્યએ સાત લાખ રાઇફલ્સ, ૪૪ હજાર હળવી મશીનગન, અને ૪૪૬૦૦ કાર્બાઇન્સની પણ ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. 

સૈન્ય ઉપરાંત નેવીને પણ સરકાર વધુ આધુનિક બનાવવાના પ્રયાસો કરી રહી છે, જેને પગલે સરકારે ૧૧૧ નેવી યુટિલિટી હેલિકોપ્ટર્સ (એનયુએચ)ને બનાવવા માટે કંપનીઓને આમંત્રણ પાઠવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે ૨૧,૭૩૮ કરોડનો ખર્ચ થશે. હાલ જે ચેતક ચોપરનો ઉપયોગ થઇ રહ્યો છે તેની જગ્યાએ એનયુએચનો ઉપયોગ કરવામાં આવશે.

આ કરારો અનુસાર ૧૬  ચોપર બહારથી લાવવામાં આવશે જ્યારે ૯૫નું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવશે. આ પ્રકારના ચોપરનો ઉપયોગ તપાસ અભિયાન, રેસ્ક્યુ ઓપરેશન, મેડિકલ સુવિધા પુરી પાડવા, ચાંચીયાઓ વિરુદ્ધના અભિયાનમાં નેવ કરે છે. જેથી દેશમાં જ્યારે પણ કોઇ કુદરતી આપત્તી અને રેસ્ક્યુની સ્થિતિ ઉભી થાય ત્યારે આ હેલિકોપ્ટર વધુ મદદરુપ થશે.

Gujarat