Get The App

'ભારત પર સવાલ ઉઠાવતું અમેરિકા યુદ્ધના ગુનેગારોને વ્હાઈટ હાઉસમાં બોલાવે છે', ખૂલીને સમર્થનમાં આવ્યો આ દેશ

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
'ભારત પર સવાલ ઉઠાવતું અમેરિકા યુદ્ધના ગુનેગારોને વ્હાઈટ હાઉસમાં બોલાવે છે', ખૂલીને સમર્થનમાં આવ્યો આ દેશ 1 - image


US Tariff Policy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ સહિત અનેક દેશો પર મસમોટો ટેરિફ બોંક ઝિંક્યો છે. ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર ઝિંકેલો 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અમેરિકાના ટેરિફ નીતિનો ચોતરફ ટીકા થઈ રહી છે. ટ્રમ્પને સૌથી વધુ રશિયાથી વાંધો છે, તેમનું માનવું છે કે, રશિયા ક્રૂડ ઓઈલમાં કમાયેલી નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે, જેના કારણે તેઓ રશિયા સાથે વેપાર કરનારા ભારત સહિતના દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે. જ્યારે ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો, ત્યારે ચીન, રશિયા, બ્રાઝિલ, ઈઝરાયલ સહિતના દેશોએ ભારતના સમર્થનમાં બોલી ટેરિફ નીતિનો વિરોધ કર્યો છે, ત્યારે હવે ઈરાને પણ ટ્રમ્પની નીતિનો વાંધો ઉઠાવ્યો છે અને અમેરિકા બેવળું વલણ અપનાવતું હોવાનો આક્ષેપ કર્યો છે.

ઈરાનમાં ભારતના રાજદૂતે અમેરિકાની પોલ ખોલી

ભારતમાં ઈરાનના રાજદૂતે ટ્રમ્પની ટેરિફ નીતિનો જોરદાર વિરોધ કર્યો છે અને અમેરિકા બેવળું વલણ અપનાવતું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે અમેરિકાની વિદેશ નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર અમેરિકાની પોલ ખોલતી એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ‘અમેરિકાએ ભારત પર યુક્રેન યુદ્ધ માટે શંકાસ્પદ ભંડોળનો આરોપ લગાવ્યો છે, પરંતુ તે પોતે આઈસીસી દ્વારા દોષી ઠેરવેલા યુદ્ધના ગુનેગારોનું વ્હાઉટમાં સ્વાગત કરે છે. અમેરિકાએ ઈઝરાયલને હથિયારો આપીને પોતાને જ ગાઝા નરસંહારમાં સામેલ કરી દીધા છે. આ બેવડા વલણની પરાકાષ્ઠા છે.’

અમેરિકાની ‘બેવડા વલણ’ની નીતિ

તેમણે એમ પણ કહ્યું કે, ‘એકતરફ અમેરિકાનું કહેવું છે કે, ભારત રશિયા સાથેથી ક્રૂડ ઓઈલનો વેપાર કરી યુક્રેન યુદ્ધ વધારી રહ્યા છે, તો બીજીતરફ અમેરિકા પોતે યુદ્ધના ગુનેગારો સાથે હાથ મિલાવી ગાઝામાં હથિયારોની સપ્લાઈ કરાવી રહ્યા છે. આ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અમેરિકા આંતરરાષ્ટ્રીય ફાયદો મેળવવા માટે નૈતિકતાના માનદંડો બદલી નાખે છે.

આ પણ વાંચો : ટ્રમ્પ બરાબરના ફસાયા, અમેરિકાને જ કરશે નુકસાન, વિશ્વના જાણીતા એક્સપર્ટનું નિવેદન

અમેરિકાએ મુખ્ય દેશો પર ઝિંકેલા ટેરિફ દર

  • ભારત : અમેરિકાએ ભારત પર 50 ટકાનો ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદવાના ભારતના નિર્ણયના પ્રત્યુત્તરમાં લગાવવામાં આવ્યો છે.
  • ચીન:  ચીન પર 10 ટકાથી લઈને 30 ટકા સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા ઉત્પાદનો પર પણ ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા છે.
  • કેનેડા : કેનેડા પર 35% નો ટેરિફ લાદવામાં આવ્યો છે.
  • મેક્સિકો : મેક્સિકો પર 25% નો ટેરિફ લાગુ પડે છે, જોકે યુએસએમસીએ (USMCA) સમજૂતી હેઠળ મોટાભાગના માલસામાનને ટેરિફમાંથી મુક્તિ મળી છે.
  • રશિયા : રશિયા પાસેથી તેલ અને અન્ય ઉત્પાદનો ખરીદતા દેશો પર પણ અમેરિકાએ ટેરિફ લાદ્યા છે, જેના કારણે ભારત જેવા દેશો પણ પ્રભાવિત થયા છે.
  • ઈરાક, અલ્જીરિયા અને લિબિયા : આ દેશો પર 30 ટકા સુધીના ઊંચા ટેરિફ લગાવવામાં આવ્યા છે.
  • ફિલિપાઇન્સ અને મોલ્ડોવા : આ દેશો પર 25 ટકાનો ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે.
  • બ્રાઝિલ, બ્રુનેઈ, ઇઝરાયલ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, જાપાન, થાઈલેન્ડ, મલેશિયા અને વિયેતનામ સહિત ડઝનબંધ દેશો પર પણ અલગ-અલગ ટેરિફ દરો લાગુ કરવામાં આવ્યા છે. આ દરો 10 ટકાથી 40 ટકા સુધીના છે.

આ પણ વાંચો : ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં

Tags :