ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં
US Tariff Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો અનેક દેશો વિરોધ કરી રહ્યા છે. ભારત, ચીન, બ્રાઝિલ અને ઈઝરાયલે ટ્રમ્પના ટેરિફ બોંબને અયોગ્ય ગણાવ્યા બાદ હવે સ્વિત્ઝરલેન્ડ અને થાઈલેન્ડ પણ નારાજ થયા છે. બંને દેશોએ ટેરિફની નારાજ થઈને અમેરિકા પાસેથી ફાઈટર જેટ ખરીદવાની ડીલને છોડવાની તૈયારીમાં છે.
થાઈલેન્ડે ટ્રમ્પને આપ્યો ઝટકો, સ્વિત્ઝરલેન્ડ પણ તૈયારીમાં
અમેરિકા-સ્વિત્ઝરલેન્ડ વચ્ચે 9.1 બિલિયર ડૉલરના ખર્ચે અમેરિકન F-35 ફાઈટર જેટ ખરીદવાની ડીલની થવાની હતી, જોકે ટ્રમ્પના ટેરિફ બોંબ બાદ સ્વિત્ઝરલેન્ડે ડીલ છોડવાની વિચારણા શરૂ કરી દીધી છે. આ ઉપરાંત થાઈલેન્ડ અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ ખરીદવા માગતું હતું, જોકે તેણે ટેરિફ નીતિથી નારાજ થઈને ડીલ પડતી મુકી દીધી છે. થાઈલેન્ડે અમેરિકાની ડીલને લાત મારીને સ્વિડન પાસેથી ગ્રિપેન ફાઈટર જેટ ખરીદવા માટે 600 મિલિયન ડૉલરની ડીલ કરી લીધી છે.
આ પણ વાંચો : પગાર દાન કરનારો હું અમેરિકાનો પહેલો પ્રમુખ છું... જાણો ટ્રમ્પનો વધુ એક દાવો અને હકીકત
સ્વિત્ઝરલેન્ડ અમેરિકા પાસેથી 36 ફાઈટર જેટ ખરીદવાનું હતું
સ્વિત્ઝરલેન્ડે અમેરિકાની લૉકહીડ માર્ટિન કંપની પાસેથી 36 F-35 ફાઈટર જેટ ખરીદવા માટે 9.1 બિલિયન ડૉલરનો સોદો કર્યો હતો. જોકે ટ્રમ્પે 39 ટકા ટેરિફ બોંબ ઝિંકતા સ્વિત્ઝરલેન્ડ નારાજ થયું છે. તેમની સરકાર અને રાજકીય પક્ષો ફાઈટર જેટ ખરીદવાની ડીલ રદ કરવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પે સ્વિત્ઝરલેન્ડથી આયાત થતી ઘડિયાળો અને કૉફી કેપ્સુલ પર ઝિંક્યો છે, જેના કારણે ત્યાના લોકો અને નેતાઓ નારાજ થયા છે. દેશના લોકો કહી રહ્યા છે કે, આપણને અમેરિકા વેપારમાં નુકસાન કરી રહ્યું છે, તો આપણે તેમના મોંઘા વિમાનો કેમ ખરીદીએ? દેશમાં ડીલ રદ કરવાની માગ તેજ થઈ રહી છે. દેશમાં આ મુદ્દો મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.
થાઈલેન્ડે યુએસની ડીલ તોડી સ્વિડન સાથે સોદો કરી લીધો
અમેરિકન ટિરિફ નીતિથી થાઈલેન્ડ પણ નારાજ થયું છે અને તેણે ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. સપ્તાહ પહેલા થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ થયો હતો, ત્યારબાદ થાઈ વાયુ સેનાએ સ્વિડન પાસેથી ચાર ગ્રિપેન ફાઈટર જેટ ખરીદવા માટે 600 મિલિયન ડૉલરનો સોદો ફાઈનલ કરી લીધો છે. બંને દેશો વચ્ચે 10 મહિના સમીક્ષા થયા બાદ ડીલ ફાઈનલ થઈ છે.
આ પણ વાંચો : એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારત સાથે વેપાર બંધ કર્યો? ટ્રમ્પના ટેરિફની સાઈડ ઈફેક્ટ!