For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાગલાવાદી નેતાઓની ધરપકડથી મહેબૂબા મુફ્તીને પેટમાં દુખ્યુ

Updated: Feb 23rd, 2019

Article Content Imageશ્રીનગર,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામા હુમલા બાદ ભારતનુ ખાઈને ભારતનુ જ ખોદનારા કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પૈકીના એક યાસીન મલિકને સરકારે જેલમાં ધકેલ્યા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને પેટમાં દુખ્યુ છે.

મહેબૂબા મુફ્તીએ ભાગલાવાદી નેતાઓની ધરપકડ કરવાના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે 24 કલાકમાં હુરિયત નેતાઓ અને જમાત સંગઠનના કાર્યકરોને પકડવામાં આવ્યા છે.સરકારે મનમાની કરીને લીધેલુ આ પગલુ કાશ્મીરની સમસ્યાને વધારે ગૂંચવશે.કયા કારણસર આ નેતાઓની ધરપકડ કરાઈ છે?તમે કોઈ વ્યક્તિને કેદ કરી શકો છો પણ તેના વિચારોને નહી.

મહેબૂબા ઉપરાંત જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને પણ કહ્યુ હતુ કે સરકાર ધરપકડનો રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે પણ સાવધાન થઈ જાય.કારણકે 1990માં પણ મોટી સંખ્યામાં ધરપક થઈ હતી.નેતાને કાશ્મીરની બહાર મોકલાયા હતા પણ તેનાથી સ્થિતિ વધારે બગડી હતી.આ પહેલાથી અજમાવાયેલુ એક નિષ્ફળ મોડેલ છે.મહેરબાની કરીને તેને અમલમાં ના મુકાય.

Gujarat