ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર હુમલા બાદ વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત સમન્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MEA Summons US Envoy Jason Meeks Second Time : મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્રકાંઠે જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ બાદ ભારત ભડક્યું છે. ઓમાનના તટ નજીક વધુ એક ભારતીય જહાજ પર થયેલા હુમલા બાદ, ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ (US Chargé d’Affaires) જેસન મીક્સને સત્તાવાર રીતે સમન્સ પાઠવીને કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોય તેવા 3 જહાજો પર એક બાદ એક હુમલા
આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શુક્રવારે ભારતે આ મામલે બીજી વખત અમેરિકી ડિપ્લોમેટને બોલાવીને જોરદાર ઠપકો આપ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઓમાનના દરિયામાં વધુ એક મર્ચન્ટ વેસેલ પર ભયાનક હુમલો થયો છે, જેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. છેલ્લા કેટલાક દિવસની અંદર આ આખા ક્ષેત્રમાં ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે.
યુદ્ધ ફરી ભડકશે? ટ્રમ્પ અને ઈરાનના નિવેદનોમાં વિરોધાભાસ
ટ્રમ્પે એટેક રોક્યા: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા સંભવિત સૈન્ય હુમલાઓને હાલ પૂરતા રદ કરી દીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથે એક નવી મોટી ડીલ તરફ આગળ વધવામાં સફળતા મળી રહી છે, તેથી હુમલા અટકાવવામાં આવ્યા છે.
ઈરાનનો દાવો: બીજી તરફ, ઈરાને કહ્યું છે કે તેઓ અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે, જોકે હજુ સુધી કોઈ અંતિમ કરાર પર મહોર વાગી નથી.
ત્રણ જહાજો પર અમેરિકાના હુમલા, એકેય ભારતના નહીં પણ ક્રૂ મેમ્બર્સ ભારતીય
MT Settebello: 21 ભારતીય નાવિકોનો બચાવ, 3 ભારતીય નાવિકોના મોત
MT Marivex : હુમલા બાદ તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા
MT Jalveer : તમામ 20 ભારતીય નાવિકો સુરક્ષિત









