ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ
Maulana Sajid Rashidi : ઉત્તર પ્રદેશના મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાજિદ રશીદીને મારપીટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો નોઈડાના એક ન્યૂઝ રુમના ટીવી સ્ટૂડિયોનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મૌલાના ઉભા થાય છે, ત્યારે કેટલાક લોકો આગળ આવે છે અને તેમને થપ્પડ મારવાનું શરુ કરે છે. મળતી માહિતી પ્રમાણે મારપીટ કરનારા લોકો સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા
સપાના કાર્યકરોએ થપ્પડો મારવાનું શરુ કર્યુ
સોશિયલ મીડિયા પર મૌલાનાને મારપીટ કરતાનો વીડિયો હાલમાં ઝડપી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો સામે આવે છે અને મૌલાનાને ઘેરી લે છે. આ પહેલા મૌલાના સાઝિદ રશીદી કાંઈક સમજે વિચારે તે પહેલા સપાના કાર્યકરોએ થપ્પડો મારવાનું શરુ કરી દીધું. મારપીટ કરનારા કાર્યકરોમાં સપા એડવોકેટ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ શ્યામ સિંહ ભાટી, સપા વિદ્યાર્થી સંગઠનના જિલ્લા પ્રમુખ મોહિત નાગર, વિદ્યાર્થી સંગઠનના રાજ્ય સચિવ પ્રશાંત ભાટીનો સમાવેશે થાય છે.
મૌલાનાએ ડિમ્પલ યાદવના પહેરવેશને લઈને કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
આ કાર્યકરોનું કહેવું છે કે, તેઓ તેમના રાષ્ટ્રીય નેતાનું અપમાન સહન કરી શકતા નથી. જેથી આ લોકોએ મૌલાના સાજિદ રશીદીને તેમનું અપમાન કરવા બદલ સજા આપી છે. હકીકતમાં થોડા દિવસો પહેલા મૌલાનાએ સાંસદ ડિમ્પલ યાદવના પહેરવેશને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજકીય હોબાળો મચી ગયો હતો. બાદ મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હવે ચાલો તમને જણાવીએ કે મૌલાનાએ સાંસદ વિશે શું ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો: 'દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું', લોકસભામાં PM મોદીનું નિવેદન
'ડિમ્પલ યાદવ પીઠનો ફોટો જુઓ, તે નગ્ન બેઠી છે'
મૌલાના સાજિદ રશીદીએ સપાના સાંસદ દ્વારા એક મસ્જિદની મુલાકાત દરમિયાન પહેરવામાં આવેલા કપડાં પર ટિપ્પણી કરી હતી. જ્યારે ડિમ્પલ યાદવ મસ્જિદની મુલાકાત લેતા હોય તેવા ફોટા અને વીડિયો સામે આવ્યા, ત્યારે મૌલાનાએ કહ્યું કે, 'હું તમને એક ફોટો બતાવું છું, જેને જોઈને તમને શરમ આવશે. હું કોઈનું નામ નથી લેતો પણ બધા જાણે છે કે, જે મહિલા તેમની સાથે હતી તે મુસ્લિમ પોશાકમાં હતી. તેનું માથું ઢંકાયેલું હતું. બીજી મહિલા ડિમ્પલ યાદવ હતી. તેની પીઠનો ફોટો જુઓ, તે નગ્ન બેઠી છે.'