For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશભરમાં પંદર લાખ લગ્ન, લાખો લોકો સામેલ થશે, 76 ટકાને લાગે છે કે કોરોનાનો ખતરો હવે નથી

Updated: Nov 23rd, 2021

Article Content Image

નવી દિલ્હી, તા. 23. નવેમ્બર, 2021 મંગળવાર

દેશમાં કોરોનાનુ જોર ઓછુ થઈ ગયુ છે અ્ને તેના પગલે ત્રીજી લહેરનો ખતરો પણ ઓછો થયો છે.જોકે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સીઝનથી કોરોના ફેલાવાનો ખતરો ફરી ઉભો થાય તેવી શક્યતા છે.

લોકલ સર્કલના અહેવાલ પ્રમાણે દેશમાં આગામી દિવસોમાં 25 લાખ લગ્નો થશે અને દરેક 10 પૈકીના 6 લગ્ન ધામધૂમથી યોજાવાના છે.લોકોમાં હવે કોરોનાનો ડર રહ્યો નથી અને તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનુ પણ ઓછુ થઈ રહ્યુ છે.

લોકલ સર્કલે એક સર્વેમાં લોકોને સવાલ પૂછ્યો હતો કે, તમે નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ લગ્ન એટેન્ડ કરવાના છો ત્યારે તેના જવાબમાં 24 ટકા જ લોકો એવા હતા જેમણે કહ્યુ હતુ કે, અમને કોઈ લગ્ન માટે આમંત્રણ મળ્યુ નથી.44 ટકા લોકોએ લગ્નમાં જવાની તૈયારી કરતા હોવાનુ કહ્યુ હતુ.

76 ટકા લોકોએ તો એમ કહ્યુ હતુ કે, હવે કોરોનાનો ખતરો રહ્યો નથી જ્યારે 22 ટકા લોકોએ કોરોના સામે તકેદારી રાખવી જોઈએ તેમ કહ્યુ હતુ.આ સર્વે દરમિયાન 9000 જેટલા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

Gujarat