Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, તેમા મણિપુરની વતની એવી કેબિન કૂલાથેમ સિંગ્સનનું પણ નિધન થયું હતું. આ યુવતી તેના કુટુંબની એકમાત્ર કમાનાર હતી. સિંગ્સન તેની વિધવા માતા સાથે 11 જૂનના રોજ ફોન પર વાત કરી હોવાનું તેના પિતરાઈએ શુક્રવારે જણાવ્યું હતું. સિંગસને તેની માતાને જણાવ્યું હતું કે, તે ગુરુવારે રાતે લંડન જશે અને તેથી તે રાત્રે વહેલી સૂઈ જવા માંગે છે. બંનેએ ફોન પર વાત પણ કરી હતી.
તે કુટુંબની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી
સિંગ્સન તેના પરિવારમાં ચાર બાળકોમાંથી ત્રીજું બાળક હતી અને એકમાત્ર પુત્રી હતી. તેની વિધવા માતાએ ચારેય સંતાનને ઉછેરવામાં ખાસ્સી જહેમત ઉઠાવી છે. એમ કઝિન લ્યુ કિપગેને જણાવ્યું હતું. તે કુટુંબની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી. તેનો મોટોભાઈ બેરોજગાર છે, અને ગંભીર રોગથી પીડાઈ રહ્યો છે. જ્યારે બીજા બે ભાઈ અભ્યાસ કરી રહ્યા છે, એમ ગિપજેને જણાવ્યું હતું.
ઘટનાના સમાચાર મળતાં માતાએ જમવાનું છોડી દીધુ
શારીરિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ તેનો મોટોભાઈ અમદાવાદ આવવા નીકળી ગયો છે, જ્યારે બીજો ભાઈ કાંગપોકપીથી નાગાલેન્ડના દીમાપુર ગયા હતા. હવે તે ગુજરાત આવશે. અમે આ સમાચાર સાંભળીને હતપ્રભ થઈ ગયા છે. માતા ઘેરા શોકમાં છે અને આ સમાચાર આવ્યા પછી તેણે જમવાની પણ ના પાડી દીધી છે. એર ઇન્ડિયાના સત્તાવાળાઓએ સિંગ્સનના કુટુંબને ગુરુવારે જણાવ્યું હતું કે, તેનો મૃતદેહ હજી ઓળખી શકાયો નથી.


