For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રામનવમીએ બંગાળમાં થયેલી હિંસાને મમતાએ ગણાવી પૂર્વાયોજિત, ભાજપે પૂછ્યું- બંગાળમાં જ આવું કેમ થાય છે?

Updated: Apr 18th, 2024

રામનવમીએ બંગાળમાં થયેલી હિંસાને મમતાએ ગણાવી પૂર્વાયોજિત, ભાજપે પૂછ્યું- બંગાળમાં જ આવું કેમ થાય છે?

Image: Facebook

Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને ભાજપ અને ટીએમસી સામ-સામે આવી ગયાં છે. મમતા બેનર્જીએ આ ઘટનાને પૂર્વાયોજિત ગણાવી છે. મમતા બેનર્જીએ ભાજપ પર બંગાળમાં હિંસાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. મમતાએ કહ્યું કે તમને રામનવમીના જુલૂસમાં તલવારો લઈને જવાનું કોણે કહ્યું? તમે રામનવમીના એક દિવસ પહેલા ડીઆઈજીને કેમ હટાવી દીધા? જેથી તમે હિંસા કરો. 

તેમણે રાયગંજમાં કહ્યું કે યોગી આદિત્યનાથ ભાષણ આપવા બંગાળ આવી રહ્યાં છે. હું તેમને જણાવવા માગુ છું કે પહેલા પોતાનું રાજ્ય સંભાળો. ભાજપની અમારી લક્ષ્મી ભંડાર યોજનાને રોકવાની ધમકી આપવાની હિંમત કેવી રીતે થઈ. અમે માતા દુર્ગાની પૂજા કરીએ છીએ. અમે ઈદ મનાવીએ છીએ અને ઈફ્તારમાં પણ ભાગ લઈએ છીએ. હું ચર્ચમાં ક્રિસમસમાં પણ ભાગ લઉં છું. અમે તમામની સાથે મળીને રહીએ છીએ. અમે બાળપણથી આ જ શીખ્યું છે.

મમતા બેનર્જીના આરોપો પર ભાજપનો પલટવાર

બંગાળમાં રામનવમી પર થયેલી હિંસા પર ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે મમતાની સાથે જનતા નથી. મમતા લોકોને ભડકાવી રહી હતી. અમે મમતાના ભાષણને સાંભળ્યું હતું. બંગાળમાં જ આવું કેમ થાય છે?

મુર્શિદાબાદ ઘટનાને પૂર્વાયોજિત ગણાવવાના મમતા બેનર્જીના આરોપો પર પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંતા મજૂમદારે કહ્યું કે આ હુમલો ટીએમસીની ઓફિસથી થયો હતો. મમતા રામના નામે લોકોને ઉશ્કેરી રહ્યાં છે. તેમની તુષ્ટિકરણ કરવાની યોજના છે. રામનવમીની રેલી પર હુમલાની NIA તપાસ થવી જોઈએ. 

પશ્ચિમ બંગાળથી ભાજપ સાંસદ દિલીપ ઘોષે પણ કહ્યું કે મુસલમાન હિંસા કરવા ઈચ્છતા નથી. તેઓ મોદીની સાથે મળીને વિકાસમાં ભાગીદાર બનવા ઈચ્છે છે પરંતુ મમતા બેનર્જીએ બહારથી અમુક ભાડાના લોકોને લાવીને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો.

રામનવમી જુલૂસ દરમિયાન શું થયું હતું?

મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં 17 એપ્રિલે રામનવમી શોભાયાત્રા નીકળી રહી હતી. આ દરમિયાન લોકોએ પોતાના ધાબા પરથી જુલૂસ પર પથ્થરમારો કર્યો. તેનાથી હિંસા થઈ ગઈ. હિંસા એટલી વધી ગઈ કે ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યો. આ દરમિયાન સાત લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ દરમિયાન એક બ્લાસ્ટ પણ થયો જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

Gujarat