હવે પશ્ચિમ બંગાળમાં શરુ થયું ભાષા આંદોલન, મમતા બેનર્જીએ કહ્યું- 'માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ'
Language Movement in West Bengal: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે(28 જુલાઈ) ભાષા આંદોલનની શરુઆત કરી દીધી છે. તેમણે રાજ્યના બોલપુરથી આ આંદોલનની શરુઆત કરી અને કહ્યું કે, 'અમે પોતાની માતૃભાષાને ક્યારેય ભૂલી નહીં શકીએ.'
અસ્મિતા, માતૃભાષા, માતૃભૂમિ ન ભૂલવી જોઈએ: મમતા બેનર્જી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અન્ય રાજ્યોમાં બંગાળી પ્રવાસીઓ પર કથિત હુમલાઓ વિરુદ્ધ બોલપુરમાં વિરોધ માર્ચ શરુ કરી છે. તેમણે કહ્યું કે, 'અમે ભાષાના આધાર પર વિરોધ નથી ઇચ્છતા, પરંતુ બાંગ્લાના નામ પર ઉત્પીડન ન કરી શકાય. આપ સૌ કંઈક ભૂલી શકો છો, પરંતુ તમારે પોતાની અસ્મિતા, માતૃભાષા, માતૃભૂમિ ન ભૂલવી જોઈએ.'
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ
બંગાળીઓને ભાજપ શાસિત રાજ્યોમાં બાંગ્લાદેશી ગણાવવામાં આવી રહ્યા છે: મમતા બેનર્જી
રાજ્યમાં આગામી વર્ષે જ રાજ્ય વિધાનસભા ચૂંટણી થવાની છે અને તે પહેલા બાંગ્લા ભાષાને લઈને વિવાદ વધી રહ્યો છે. ખાસ કરીને એનસીઆરના ગુરુગ્રામ શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચાલી રહેલા એક્શનને લઈને વિવાદ વકરી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે બંગાળી ભાષીઓને વિશેષ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં બાંગ્લાદેશી ગણવામાં આવી રહ્યા છે અને તેમને જબરદસ્તી બોર્ડર પાર બાંગ્લાદેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. બેનર્જીએ 21 જુલાઈએ શહીદ દિવસ રેલી દરમિયાન 28 જુલાઈએ રાજ્યવ્યાપી 'ભાષા આંદોલન' શરુ કરવાની જાહેરાત કરી હતી.
બંગાળીઓને સમર્પિત એક આંદોલન: મમતા બેનર્જી
તેમણે એમ પણ કહ્યું હતું કે, 'આંદોલન બોલપુર સ્થિત શાંતિનિકેતનથી શરુ થશે અને આ બંગાળી ભાષા અને લોકોની ગરિમાને જાળવી રાખવા માટે સમર્પિત એક આંદોલન હશે. પાર્ટીએ આજે બે વાગ્યે લોજ મોડથી એક રેલીની શરુઆત કરી હતી. આ રેલી શાંતિનિકેતન રોડ થઈને ચૌરાસ્તા, શ્રીનિકેતન રોડ થઈને જમુર્ડી બસ સ્ટેન્ડ પર પૂર્ણ થશે, જ્યાં મુખ્યમંત્રી જનસભાને સંબોધિત કરશે. આખા રસ્તે સાંસ્કૃતિક સમૂહ બંગાળી ભાષા અને સંસ્કૃતિ પર કથિત હુમલાના વિરોધમાં અલગ અલગ ચોક પર ગીત અને કવિતા પાઠ રજૂ કરશે.'
આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન