For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા: એક્ટ્રેસ મલ્લિકા દુઆએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

Updated: Feb 19th, 2019

પુલવામા હુમલા: એક્ટ્રેસ મલ્લિકા દુઆએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ


મુંબઇ, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર

સ્ટેન્ડ અપ કોમેડિયન અને ટીવી એક્ટ્રેસ મલ્લિકા દુઆએ  પોતાના સોશિયલ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જેને લઇને તે ટ્રોલ થઇ છે. તેના આ વીડિયોને કારણે લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલાને લઇને મલ્લિકા દુઆએ પોતાના સોશિયલ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો.

મલ્લિકા દુઆએ આ વીડિયો તે લોકો માટે મુક્યો છે જે સોશિયલ મીડિયા પર તેમને તેવું કહીને ટ્રોલ કરી રહ્યાં છે કે તેઓ પુલવામાં હુમલામાં આપણા જવાન શહિદ થયા છે પરંતુ તમે નોર્મલ રીતે કેમ જીવી રહી છો? આ વીડિયોમાં મલ્લિકાએ કહ્યું કે, એવા ઘણાં લોકો છે જે ઘણાં લોકોને આવી વાત કહી રહ્યાં છે. દેશમાં રોજ ઘણાં લોકો મરે છે, કેટલાક ભૂખથી, કેટલાંક બેરોજગારીથી પરંતુ તમે લોકો તમારી નોર્મલ જીંદગી જીવો છો તો શુ તે લોકો શું ઓછા મહત્વપૂર્ણ છે? શું આપણે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી ઇંસેંસિટિવ થઇ રહ્યાં છીએ? આ બધુ આખરે શું ચાલે છે? આ શું નોનસેન્સ ચાલે છે કે સમગ્ર દેશ રડી રહ્યો છે અને તુ હસી રહી છે? ત્યારે તો આપણે આખું વર્ષ દુ:ખમાં વિતાવવું જોઇએ.

મલ્લિકા દુઆએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર લેક્ચર આપવાનું બંધ કરો, આ બધું બકવાસ છે. અહીં રોજ કોઇને કોઇ કારણ છે દુ:ખ મનાવવા માટે પરંતુ જીંદગી ચાલતી રહે છે. તેવું નથી કે આપણે આપણા સૈનિકો અથવા આપણા દેશનું ઓછુ સમ્માન કરીએ છીએ. તમે તે નક્કી નહી કરશો કે કોણ ભારતીય છે અને કોણ નથી. તમે અમારીથી વધારે હિંદુસ્તાની નથી અને અણે તમારાથી ઓછા હિંદુસ્તાની નથી. કિ-બોર્ડ દ્વારા લડવું બહૂ સરળ છે જ્યારે કોઇ અન્ય તમારા માટે લોહી વહેડાવી રહ્યું છે.

મલ્લિકા દુઆ દ્વારા આ વીડિયો પોસ્ટ કર્યા બાદ તેના પર કમેન્ટ્સ આવવા લાગી, લોકો મલ્લિકા પર ગુસ્સો ઉતારી રહ્યાં છે. તેના આ વીડિયોના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ ગઇ.
Gujarat