India

હિમાચલમાં મોટી દુર્ઘટના : અમરનાથ યાત્રીઓની બસ પલટી, 17 શ્રદ્ધાળુઓ ઘાયલ, 4ની હાલત ગંભીર

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
હિમાચલના કાંગડામાં રવિવારે મોડી રાત્રે અમરનાથ યાત્રાથી પરત ફરતી બસ પલટી. કટરાથી દેહરાદૂન જઈ રહી લક્ષ્મી હોલીડેઝની બસ ડમટાલ નજીક NH-44 પર અકસ્માતનો ભોગ બની. 57 મુસાફરોમાંથી 17 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા, જેમાં 4ની હાલત ગંભીર છે. મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. ડ્રાઈવર-કંડક્ટર ફરાર થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમાચલમાં મોટી દુર્ઘટના : અમરનાથ યાત્રીઓની બસ પલટી, 17 શ્રદ્ધાળુઓ ઘાયલ, 4ની હાલત ગંભીર

Kangra Bus Accident : હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટૂરિસ્ટ બસ નેશનલ હાઈવે-44 પર નિયંત્રણ ગુમાવતાં રસ્તા પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 17 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા. રાજ્યના મુખ્યમંત્રીએ આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

બસ કટરાથી દેહરાદૂન જઈ રહી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, લક્ષ્મી હોલીડેઝની આ બસ જમ્મુ-કાશ્મીરના કટરાથી ઉત્તરાખંડના દેહરાદૂન જઈ રહી હતી ત્યારે ડમટાલ વિસ્તારમાં આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાં જ મુસાફરોની ચીસાચીસ સાંભળીને સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને પોલીસ કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ઘાયલોને બસમાંથી બહાર કાઢવાનું ઓપરેશન શરૂ કરી દીધું હતું.

અકસ્માત બાદ ડ્રાઈવર-કંડક્ટર ફરાર
આ ઘટના બાદ બસનો ડ્રાઈવર અને કંડક્ટર મોકા પરથી ભાગી છૂટ્યા છે, જેમની શોધખોળ પોલીસ કરી રહી છે. હાલ ચાર ગંભીર દર્દીઓને વધુ સારી સારવાર માટે ટાંડા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરાયા છે, જ્યાં તેઓ ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ છે. બાકીના તમામ મુસાફરો ખતરાથી બહાર છે.

પોલીસ તપાસ શરૂ
ડમટાલ પોલીસ સ્ટેશને આ મામલે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ બસની ટેકનિકલ સ્થિતિ અને ડ્રાઈવરની ભૂલ જેવા તમામ પાસાઓની તપાસ કરી રહી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.