For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Video: દહેરાદુનમાં મેજર ચિત્રેશ બિષ્ટને અંતિમ વિદાય, હજારોની સંખ્યામાં લોકો જોડાયા

Updated: Feb 18th, 2019

Article Content Imageદહેરાદુન, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં આઈઈડી વિસ્ફોટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટના પાર્થિવ દેહને દહેરાદુન લાવવામાં આવ્યો. જ્યાં તેમને અંતિમ સલામી આપવામાં આવી. મેજર ચિત્રેશને શ્રદ્ધાજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. જે દરમ્યાન મેજર ચિત્રેશ ‘અમર રહે’, ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા. 

મેજર ચિત્રેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ત્રિવેંદ્રસિંહ રાવત, પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત અને દહેરાદુનના મેયર સુનીલ ઉનિયા ગામા પણ પહોંચ્યા હતા. મેજર બિષ્ટના પાર્થિવ શરીરને સેનાના વિમાનમાં જૌલીગ્રાંટ એરપોર્ટ લાવવામાં આવ્યાં જ્યાંથી તેને સૈન્યના હોસ્પિટલ દહેરાદુન લઇ જવામાં આવ્યાં.

પુલવામા હુમલા બાદ નાપાક પાકિસ્તાને શનિવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ IED નામના બોમ્બ ફિટ કર્યા હતા. આ અંગેની માહિતી મળતા તેને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

મેજર ચિત્રેશ બિષ્ટ બોમ્બ ડિફ્યુજલ ગુ્રપની આગેવાની કરી રહ્યા હતા અને ત્રણ બોમ્બ ડિફ્યુઝ કર્યા બાદ ચોથા બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે બ્લાસ્ટ થતા તેઓ શહીદ થયા હતા. આ બ્લાસ્ટમાં અન્ય એક જવાન ઘાયલ થતા વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

લગ્ન આડે માત્ર 18 દિવસ બાકી હતા અને મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ
ઉત્તરાખંડના દહેરાદૂનના રહેવાસી 31 વર્ષીય મેજર બિષ્ટના આગામી 7મી માર્ચે લગ્ન થવાન હતા. તેમના પિતા સુરેન્દ્ર સિંહ બિષ્ટ નિવૃત ઇન્સપેક્ટર છે અને તેઓ દીકરાના લગ્નની કંકોત્રી વહેંચીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ સમાચાર મળ્યા હતા. મેજર બિષ્ટની શહાદતના સમાચાર મળતા જ આસપાસના લોકો તેમના ઘરે સાંત્વના પાઠવવા પહોંચી ગયા હતા.

પિતાએ અનેક વખત લગ્નની તૈયારીઓ માટે રજા લઈને ઘરે આવવા કહ્યું હતું પરંતુ પોતાની ફરજને મહત્વ આપીને તેમણે ઘરે જવાનું ટાળ્યુ હતું. તેઓ ભારતીય સૈન્ય એકેડમી, દહેરાદૂનથી 2010માં પાસઆઉટ થયા હતા અને અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતા. મેજર રેન્કની પરીક્ષામાં તેમણે 9મો રેન્ક મેળવ્યો હતો અને તેઓ સેનાની એન્જિનિયરીંગ કોરમાં તહેનાત હતા.

7 વર્ષની ફરજ દરમિયાન તેમણે 30થી વધારે  IED ડિફ્યુઝ કર્યા હતા અને થોડા સમય પહેલા જ એન્જિનિયરીંગની સર્વોચ્ય આલ્ફા અવોર્ડ પદવી મેળવી હતી. 

Gujarat