Get The App

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન 1 - image


Brihanmumbai Municipal Corporation Election : મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.

ઠાકરે બંધુ ‘MaMu’ ફેક્ટરને ધ્યાને રાખી લડશે ચૂંટણી

સૂત્રોના જણાવ્યા મુજબ, ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘MaMu’ ફેક્ટર એટલે કે મરાઠી-મુસ્લિમ સમીકરણને ધ્યાને રાખીને ઉમેદવારો ઉતારશે. યોજના મુજબ બંને પાર્ટીઓ બીએમસીની કુલ 227 બેઠકોમાંથી 72 બેઠકો પર મરાઠીઓનું અને 41 બેઠકો પર મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરશે. ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી-2024માં આ જ ફેક્ટરનો ઉપયોગ કરીને ગોવંડી, માનખુર્દ, બાયકુલા અને માહિમ જેવા વિસ્તારોમાં ફાયદો મેળ્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : સંસદમાં દિલ્હી પ્રદૂષણ મામલે કોઈ ચર્ચા ન થઈ, જાણો કયા પક્ષનો વાંક

સીટ શેયરિંગ ફાઈનલ, માત્ર ચાર વિસ્તારો પર વિચારણા બાકી

સીટ શેટરિંગના પ્રાથમિક ફોર્મ્યૂલા હેઠળ શિવસેના યુબીટી 140થી 150 બેઠકો, જ્યારે એમએનએસ 60થી 70 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બંને નેતાઓ માટે ચાર મુખ્ય મરાઠી ગઢ વર્લી, દાદર-માહિમ, સિવરી અને વિક્રોલી/ભાંડુપ ખૂબ જ મહત્ત્વના છે, જેના કારણે આ ચારેય બેઠકો પર વાતચીત ચાલી રહી છે. રાજ ઠાકરે આ ચારેય વિસ્તારોમાં ચૂંટણી લડવા માંગે છે, જોકે આ ચારેય વિસ્તારોમાં ઉદ્ધવના ધારાસભ્યોનો પ્રભાવ છે.

ઉદ્ધવ-રાજ મુંબઈમાં ત્રણ સંયુક્ત રેલી કરશે

એવી પણ ચર્ચા છે કે, ઠાકરે બંધુઓ પોતાની એકતાનું જાહેર પ્રદર્શન કરવા માટે મુંબઈમાં ત્રણ સંયુક્ત રેલીને સંબોધી શકે છે. આ રેલીઓ દ્વારા બીએમસીની ચૂંટણીનો મુકાબલો ‘ઠાકરે વિરુદ્ધ મહાયુતિ’ હોવાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાશે. રાજ ઠાકરે મુંબઈમાં જોરદાર અને આક્રમક ભાષણ કરીને મરાઠી અસ્મિતાને ફરી કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરશે. એવી પણ વિગતો સામે આવી છે કે, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને રાજ ઠાકરે (Raj Thackeray) આગામી 48 કલાકમાં બેઠક યોજશે અને બાકીની બેઠકોની વહેંચણી કરવાનો ઉકેલ લાવશે.

આ પણ વાંચો : કર્ણાટક કોંગ્રેસમાં CM ખુરશીનો વિવાદ ફરી ચગ્યો

Tags :